કુવૈતના મંગાફમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આગની ઘટનામાં 30થી વધુ ભારતીય કામદારો ઘાયલ થયા છે.
ખાડી દેશ કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 10 ભારતીયો સહિત ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. કુવૈતની સત્તાવાર સમાચાર એજન્સીએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. બુધવારે સવારે આગ લાગી હતી અને બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. થોડી જ વારમાં આગ બહુમાળી ઈમારતના અનેક માળ સુધી પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીયો કેરળના રહેવાસી છે. કુવૈતી સત્તાવાળાઓનું કહેવું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.
આગ સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગે બિલ્ડિંગમાં લાગી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો સૂઈ ગયા હતા, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. આ ઇમારતનો ઉપયોગ ઔદ્યોગિક પ્લાન્ટમાં કામ કરતા લોકો માટે લેબર કેમ્પ તરીકે થાય છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મલયાલી ભાષી લોકો પણ રહે છે. આગ એટલી ગંભીર હતી કે ઘણા લોકો ડરીને બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. જીવ બચાવવાના આ પ્રયાસમાં પણ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech