BREAKING NEWS

કેશોદ નજીક વિચિત્ર અકસ્માતમા બાઈક ચાલક આધેડનું મોત

  • September 09, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ નજીક કાર પાછળ સ્કૂટર અથડાતા અગતરાયના આઘેડને ગરદનમાં કાચ વાગ્યો હતો અને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ અંગે વધુ વિગત મુજબ અગતરાયમા રહેતા મનસુખભાઈ રાઠોડ તા.૬ ના સ્કૂટર પર કેશોદ થી અગતરાય તરફ જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢ હાઇવે પર આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા મનસુખભાઈનું સ્કૂટર કારની પાછળ અથડાયું હતું. અને તેઓની ગરદન પર કારનો કાચ વાગી જતા ગંભીર હાલતમાં જુનાગઢ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે. વિચિત્ર અકસ્માતમાં આધેડના મોત થયા અંગે તેના પુત્ર સાગર રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application