BREAKING NEWS

રાજકોટમાં આજી ડેમ પાસે રોનક હોટલમાં શેઠ સહિતનાએ માર મારતા આધેડનું મોત, સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો

  • August 06, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાવનગર રોડ પર આવેલી રોનક હોટેલમાં કામ કરતા આધેડ ગત તા.22ના બાકી નીકળતો પગાર લેવા માટે ગયા ત્યારે હોટેલ સંચાલક સહિતે બેફામ મારમારી રોડ પર ફેંકી દેતા ઇજા થવાથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર દરમિયાન આજે બપોરે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવના પગલે આજીડેમ પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળના અને આજીડેમ ચોકડીથી આગળ માનસરોવર પાર્ક નજીક આવેલી હોટેલ રોનકમાં રહી કામ કરતા અને ત્યાંજ રહેતા ગુમાનસિંગ ઈમાનસિંગ ઠાકુર (ઉ.વ.50)ના આધેડ ગત તા.22-7ના રાત્રીના દશેક વાગ્યે બાકી નીકળતો પગાર લેવા માટે હોટેલે ગયા હતા અને પૈસાની માગણી કરતા હોટેલ સંચાલક કરણ મહાતરા, દિપક અને અજાણ્યા બે માણસોએ બેફામ માર માર્યો હતો. મારના કારણે આધેડ બેભાન જેવા થઈ જતા હોટલ બહાર રોડ ફેંકી દીધા હતા. દરમિયાન પસાર થતા રિક્ષા ચાલકનું ધ્યાન જતા તેણે ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ 108ને જાણ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આજીડેમ પોલીસે આધેડની ફરિયાદના આધારે કરણ મહાતરા, દિપક અને ત્યાં કામ કરતા અજાણ્યા બે માણસો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જયારે સારવારમાં રહેલા આધેડનું આજે મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ચારે સામે હત્યાની કલમનો ઉમેરો કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application