BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છના 63 તાલુકામાં મિનિ વાવાઝોડું, કરા સાથે માવઠાથી ભારે ખાનાખરાબી, પ્રાસલામાં વીજળી ત્રાટકતાં ત્રણ ઇજાગ્રસ્ત, કરા પડવાથી ટાઢોડું

  • March 20, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં સક્રિય થયેલી જુદી જુદી સિસ્ટમને કારણે સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી ગઈકાલે બપોરે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાનમાં પલટો આવવા ભારે પવન અને ગાજવીજ સાથે કોમોસમી વરસાદે


રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ સહિતના પંથકમાં ભારે ખાના ખરાબી સર્જિ દિધી છે. રાજકોટ કાલાવડ સહિતના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા ટાઢોડું સર્જાઈ ગયું છે. સાથે મીની વાવાઝોડા જેવો પવન ફુંકાતા સેંકડો વૃક્ષો અને વીજ પોલ ધરાશાઇ થતા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતી સર્જાઇ હતી. બીજી તરફ રાજકોટ સહિતના શહેરોમાં મીની વાવાઝોડાના કારણે લોકોના ઘર ઉપર સોલાર રૂપ ટોપ, સોલાર વોટર હીટર, છાપરાઓ તેમજ જાહેર ખબરના હોર્ડિંગ્સ તૂટી પડવાના અનેક બનાવો બન્યા છે. ઉપલેટાના પ્રાસલા ખાતે વીજળી પડવાથી તો ત્રણને ઇજા થઈ હતી. ગોંડલ બાબરા મોરબી સાવરકુંડલા પંથકમાંપવન અને કરા સાથે વરસાદ પડવાથી તૈયાર ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. ઉનાળુ મગફળી પણ તણાઈ જવા પામી છે. 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા દરિયામાં પણ 10 થી 15 ફૂટના મોજા ઉછળ્યા હતા.


ગઈકાલે બપોરે હવામાનમાં એક પલટો આવવા સાથે કાળા ડિબાંગ વાદળો અને મીની વાવાઝોડા સાથે વાતાવરણમાં પલટો રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો. ભારે પવનને કારણે લોકોના ઘર અને એપાર્ટમેન્ટ ઉપર રાખવામાં આવેલા સોલાર રૂફ, સોલાર વોટર હીટર, છાપરાઓ કાગળની જેમ ઉડી જવા પામ્યા હતા. રાજકોટમાં કરા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને કારણે પોપટ પરા નાળામાં બાઈક સાથે ચાલક તણાયો હતો. જિલ્લામાં ઉપલેટા ધોરાજી લોધીકા કોટડા સાંગાણી જેતપુર પંથકમાં આ જ રીતનો ગાજવીજ અને કરા સાથેનો અડધોથી પોણો ઇંચ કમોસમી વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાની થઈ છે.


આટકોટ જસદણ પંથકમાં મીની વાવાઝોડાને કારણે હાઇવે ઉપરના હોર્ડિંગ્સ ધરાશાયી થવા પામ્યા છે. જસદણ પડધરી જામકંડોરણા વિછીયા અને ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે ઝાપટા પડ્યા હતા. અમરેલીના બગસરા પંથકમાં પુણા બે ઇંચ જ્યારે સાવરકુંડલા કુકાવાવ ધારી ખાંભા પંથકમાં અડધો થી પોણો ઇંચ વરસાદ ઝંઝાવાતી પવન અને કરા સાથે પડતા ઘઉં સહિતના ખેતી પાકોને નુકસાન થવા પામ્યું છે. અમરેલી રાજુલા બાબરા લીલીયા પંથકમાં પણ વરસાદે તાંડવ ખેલ્યું હોય તેવી પરિસ્થિતિ હતી.


સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ભારે પવન સાથે ચોટીલામાં દોઢ ઇંચ, ચુડા ધાંગધ્રા અડધોથી પણ હોય છે અને લખતર થાનગઢ દસાડા સાયલા વઢવાણ મુળી પંથકમાં પણ આ રીતના કમોસમી તોફાની વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું. જુનાગઢ જિલ્લામાં પણ ભારે પવન અને કરા સાથે ભેસાણ વિસાવદર વંથલી જુનાગઢ પંથકમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો, જેનાથી અનેક વૃક્ષો અને વિજ થાંભલા ધરાશાયી થવા પામ્યા છે્. આ જ રીતે દેવભૂમિ દ્વારકા ભાવનગર કચ્છ જામનગર બોટાદ મોરબી અને પોરબંદર જિલ્લામાં મીની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડી જવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application