BREAKING NEWS

આખ્યાન જોવા જવાની ના પાડતા સગીર 30 ફૂટ ઉંચા વીજપોલ ચડી ગયો: કરંટ લાગતા મોત

  • October 30, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરાના વાંડળીયા ગામે 17 વર્ષીય સગીર નદી કાંઠે આવેલા 30 ફૂટ ઉંચા વીજપોલ પર ચડી જતા શોટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સગીર ઘરેથી ગામમાં આખ્યાન જોવા જવાનું કહી નીકળ્યો હતો. ઘરેથી આખ્યાન જોવાને બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા આ વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.


પ્રાપ્ત વિગત મુજબ બાબરાના વાંડળીયા ગામે રહેતો અને ધો.11માં અભ્યાસ કરતો વિરાગ ઘનશ્યામભાઇ કરકર (ઉ.વ.17)નો મૃતદેહ ગઈકાલે સવારે ગામની નદી કાંઠે આવેલા વીજપોલ નજીકથી મળી આવ્યો હતો. પસાર થતા માલધારીએ જોતા તાકીદે સરપંચ સહિતનાને જાણ કરતા માણસો ભેગા થઇ ગયા હતા દરમિયાન સગીરના પરિવારજનો પણ દોડી આવતા પોતાના જ પુત્રનો મૃતદેહ જોઈ આક્રંદ સર્જયો હતો. બનાવની જાણ બાબરા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાત્રીના ગામમાં આખ્યાન હોવાથી સગીર ત્યાં જોવા જવાનું કહેતા પરિવારજનોએ અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપ્યો હતો. જે બાદ સગીર ઘરેથી નીકળી નદી કાંઠે આવેલા 30 ફૂટ ઉંચા વીજપોલ પર ચડી જતા ત્યાં વીજશોક લાગતા બનાવ બન્યો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application