પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક પછી એક બે ઝટકા લાગ્યા છે. બુધવારે (૭ ઓગસ્ટ) નિર્ધારિત માપદડં કરતા ૧૦૦ ગ્રામ વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચ પહેલા જ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે વેઈટલિફિંટગમાં મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ છે. ૪૯ કિલોગ્રામ કેટેગરીમાં એક કિલોગ્રામથી મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને રહી હતી.
વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા જ અયોગ્ય જાહેર કરાતા કરોડો ભારતીય ફેન્સની ઉમ્મીદ તૂટી ગઈ હતી. ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર વેઈટલિટર મીરાબાઈ ચાનુ પાસે પણ મેડલ જીતવાની આશા હતી, પરંતુ એક કિલોગ્રામથી તેની હાર થતાં જીતની આશા પર પાણી ફરી વળ્યું છે. અને મેડલનું સપનું પણ રોળાઈ ગયું છે.
નોંધનીય છેકે ૨૯ વર્ષની મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિકમાં કુલ ૧૯૯ કિલો વજન ઉચકયું હતું. આ વજન સાથે તે ચોથા સ્થાને રહી હતી. માત્ર ત્રણ વેઇટલિટર્સે તેમના કરતાં વધુ વજન ઉચકયું હતું. થાઈલેન્ડની સુરોદચના ખામ્બોએ ૨૦૦ કિલો વજન ઉચકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો મીરાબાઈએ વધુ એક કિલો વજન ઉચકયું હોત, તો તેમની અને સુરોચના વચ્ચે ટાઈ થઈ ગઈ હોત. યારે ટાઇ હોય ત્યારે વેઇટલિટરનું વજન જોવામાં આવે છે. જેનું વજન ઓછું હોય તેને મેડલ મળે છે. મણિપુરની મીરાબાઈ ચાનુએ સ્નેચના પ્રથમ પ્રયત્નમાં ૮૫ કિલો વજન ઉચકયું હતું. ત્યારબાદ બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહી હતી અને ત્રીજા પ્રયત્નમાં ૮૮ કિલો વજન ઉચકયું હતું. મીરાબાઈ ચાનુ કલીન એન્ડ જર્કમાં તેના ત્રણમાંથી બે પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી. પહેલા ૧૧૧ કિલો વજન ઉચકવાનો પ્રયત્ન કર્યેા પરંતુ તેમ કરી શકી ન હતી. જોકે બીજો પ્રયાસ પણ ૧૧૧ કિલો માટે કર્યેા અને આ વખતે તેણે સફળતાપૂર્વક વજન ઉચકી લીધુ હતું.
ભારતીય વેઇટલિટરે સ્નેચમાં ૮૮ કિગ્રા અને કલીન એન્ડ જર્કમાં ૧૧૧ કિગ્રા વજન ઉઠાવીને ચોથા ક્રમે ચાલી રહી હતી. તેણીએ ત્રીજા સ્થાન માટે કલીન એન્ડ જર્કમાં પોતાનું વધુ વજન ઉચકવું જરી હતું. આ માટે ચાનુએ ત્રીજા પ્રયત્નમાં ૧૧૪ કિલો વજન ઉપાડવાનું નક્કી કયુ, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આ કારણે તેનું ઓલિમ્પિકમાં સતત બીજો મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ઉલ્લેખનીય છેકે મીરાબાઈ ચાનુએ ટોકયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech