વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોના દેશનિકાલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી અહેવાલો અનુસાર, આ સમયગાળા દરમિયાન બાવન દેશોએ કુલ ૧૭,૧૫૦ ભારતીયોનો દેશનિકાલ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે વિદેશમાં રહેતા ભારતીયોના દેશનિકાલનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે.
અહેવાલ મુજબ, 2025માં વિદેશમાં રહેતા દર 10 લાખ ભારતીયોમાંથી આશરે 900 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તે વર્ષ સુધીમાં, વિશ્વભરમાં આશરે 3.54 કરોડ ભારતીયો વિદેશમાં રહેતા હતા. પશ્ચિમ એશિયા હજુ પણ દેશનિકાલના કેસોમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, પરંતુ આ દર ધીમે ધીમે ઘટી રહ્યો છે. દેશનિકાલ 2023માં ટોચ પર હતો, જ્યારે 2024માં તેમાં ઘટાડો થયો હતો. જોકે, 2025માં તેમાં ફરી વધારો થયો હતો.
વિદેશોમાંથી થતા દેશનિકાલના આંકડામાં મોટો ફેરફાર નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં સાઉદી અરેબિયાથી સૌથી વધુ ૮૨.૩ ટકા ડિપોર્ટેશન થયું હતું, જે ૨૦૨૫માં ઘટીને ૪૦.૯% થયું હતું. બીજી તરફ, યુએઈમાંથી થતા ડિપોર્ટેશનમાં ભારે ઉછાળો આવ્યો હતો, જે ૪.૫ ટકાથી વધીને ૨૯.૫ ટકાએ પહોંચ્યું છે. અમેરિકામાં પણ આ પ્રમાણ ૩.૨ ટકાથી વધીને ૧૧.૮ ટકા થયું છે. મલેશિયા ૫.૨ ટકા અને કતાર ૨.૫ ટકામાં આ સ્થિતિ લગભગ સ્થિર રહી છે, જ્યારે મ્યાનમાર પાંચ ટકા સાથે નવું ઉમેરાયું છે.
વર્ષ વાઇઝ ભારતીયોની દેશનિકાલના આંકડા
વર્ષ સંખ્યા દેશોની સંખ્યા
- ૨૦૨૧ ૨૭,૧૬૩ ૨૪
- ૨૦૨૨ ૪૦,૯૯૦ ૨૯
- ૨૦૨૩ ૪૫,૦૦૬ ૩૨
- ૨૦૨૪ ૨૫,૬૦૩ ૩૮
- ૨૦૨૫ ૩૨,૩૮૮ ૪૨