BREAKING NEWS

ગુજરાતમાં 35 હજારથી વધુ, સૌરાષ્ટ્રમાં 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સની હડતાલ, ઈમરજન્સી માટે 832 દવાની દુકાનો ખુલ્લી રખાઈ

  • May 20, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન'ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. અમદાવાદના 3 હજાર કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. સુરતના 3500થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાશે. રાજકોટના 1400, સૌરાષ્ટ્રના 6000 મેડિકલ સ્ટોર સંચાલકો જોડાશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.


ઓનલાઇન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે.


આ છે કેમિસ્ટ અને ડ્રગિસ્ટની માગ

-ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવું માળખું તૈયાર થાય.

-મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશનને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.

-ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application