BREAKING NEWS

રાજકોટમાં મનપાનું ‘મેગા ઓપરેશન’: જંગલેશ્વરમાં આજી નદી અને ટી.પી. રોડ પરથી 1504 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત, 99% કામગીરી પૂર્ણ

  • February 24, 2026 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલું દબાણ હટાવો અભિયાન આજે બીજા દિવસે પણ તેજ ગતિએ ચાલુ રહ્યું હતું. ગઈકાલે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશનમાં મનપાના બુલડોઝરોએ જંગલેશ્વરના આજી નદી પટ્ટા અને ટી.પી. રોડ પર આવેલા વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામોનો સોથ વાળી દીધો છે.


ડિમોલિશનના તાજા આંકડા (૨૪/૦૨/૨૦૨૬, સાંજ સુધી)
રાજકોટ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સાંજના ૦૭:૩૦ વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ કામગીરીની વિગતો નીચે મુજબ છે:

વિગત                                     સંખ્યા
કુલ લક્ષિત બાંધકામો૧૫૦૯
દૂર કરાયેલા બાંધકામો૧૫૦૪
બાકી રહેલા બાંધકામો૦૫
કામગીરીની ટકાવારી૯૯.૬%


આજી નદીનો પટ્ટો થશે દબાણમુક્ત

આ ઓપરેશનનો મુખ્ય હેતુ આજી નદીના પટ્ટામાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરી નદીના વહેણને સુરક્ષિત કરવાનો અને ટી.પી. રોડને ખુલ્લો કરવાનો છે. મનપાના અધિકારીઓ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કાફલા સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૫૦૯ બાંધકામો પૈકી ૧૫૦૪ તોડી પાડવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તંત્ર આ વખતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.


હવે માત્ર ૫ બાંધકામો બાકી
મનપાના અહેવાલ મુજબ હવે માત્ર ૫ બાંધકામો દૂર કરવાના બાકી છે. આ બાકી રહેલી કામગીરી આવતીકાલે એટલે કે ૨૫ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ જંગલેશ્વર વિસ્તારનો આજી નદી પટ્ટો સંપૂર્ણપણે દબાણમુક્ત જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News