BREAKING NEWS

રાજકોટના કિસાનપરા ચોક, કોર્પોરેશન ચોક અને નાણાવટી ચોક સહિત 7 સ્થળે ટ્રાફિક સિગ્નલ મૂકશે મનપા

  • September 14, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોની ઘટનાઓને નિયંત્રિત કરવા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રેસકોર્સ રિંગ રોડ ઉપર કિસાનપરા ચોક, ઢેબર રોડ ઉપર કોર્પોરેશન ચોક અને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક સહિત રાજમાર્ગોના સાત મુખ્ય ચોકમાં નવા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે.

વિશેષમાં મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, કોટેચા ચોક ઉપરાંત કોર્પોરેશન ચોક, નાણાવટી ચોક, ભૂતખાના ચોક, કિસાનપરા ચોક અને કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ ચોક સહિતના સાત ટ્રાફિકથી ધમધમતા ચોકનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની આઈટી બ્રાન્ચ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ અને રોશની બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તમામ સાત સ્થળોએ સિગ્નલ માટેના પોલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

તંત્ર દ્વારા એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે દિવાળીના તહેવાર સુધીમાં સાતેય ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરી દેવામાં આવશે. સિગ્નલ શરૂ થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application