BREAKING NEWS

વડિયામાં ઘેટાં–બકરાંમાં રહસ્યમય રોગચાળો ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાં

  • May 18, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા–બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપ્યો છે.અમરેલીનું વડિયા શહેર અત્યારે પશુધનના મોતના માતમમાં ડૂબ્યું હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે . અહીં અચાનક જ આવી પડેલી આ આફતથી માલધારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. કોઈ અજાણ્યા અને રહસ્યમય રોગના કારણે ઘેટા–બકરાં અચાનક બીમાર પડી રહ્યા છે અને જોતજોતામાં દમ તોડી રહ્યા છે. વડિયા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજીત ૮૦ જેટલા નિર્દેાષ પશુઓના કણ મોત નિપયા છે, જેને કારણે માલધારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા ગામના સરપચં તાત્કાલિક એકશનમાં આવ્યા હતા. તેમણે પશુ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરતા જ તાલુકાની પશુ ચિકિત્સકોની ટીમો તાબડતોબ વડિયા દોડી પહોંચી છે. આ રહસ્યમય રોગ કયો છે અને શેના કારણે ફેલાઈ રહ્યો છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે તત્રં દ્રારા યુદ્ધના ધોરણે કામગીરી શ કરવામાં આવી છે. વડિયા અને આસપાસના વિસ્તારના અંદાજે ૧૨૦૦ જેટલા પશુઓના બ્લડ અને અન્ય સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં તેની સઘન તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ રોગનું ચોક્કસ નિદાન થઈ શકશે અને તે મુજબ પશુઓને યોગ્ય સારવાર અને રસીકરણ આપવામાં આવશે. પરંતુ હાલ પૂરતું, આ અજાણ્યા રોગે માલધારીઓની ઐંઘ હરામ કરી દીધી છે. વડિયામાં અત્યારે પશુધન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગના રિપોર્ટ કયારે આવે છે અને આ માસૂમ પશુઓનો જીવ બચાવવા માટે વહીવટી તત્રં કેટલી ઝડપથી યોગ્ય પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ માલધારીઓ પશુઓના મૃત્યુ થી ખુબ ચિંતિત જોવા મળી રહ્યા છે અને સરકાર પાસે પોતાની આજીવિકા સમાન પશુઓના મૃત્યુ સામે સહાય ની આશાઓ રાખી રહ્યા છે. સરકાર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News