ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ મહાપાલિકાના કુલ ૧૮ પૈકી ૯ વોર્ડના એકથી ત્રણ સુધીના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં નીચે મુજબના નવ વોર્ડના ૨૦ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, હવે ટૂંક સમયમાં જ બીજી યાદી જાહેર થશે તેમ આપના સ્થાનિક વર્તુળોએ જણાવ્યું હતું. આજ રોજ વોર્ડ વાઇઝ જાહેર કરાયેલા નામો નીચે મુજબ છે.
વોર્ડ નં.૧
(૧) પાણખાણીયા ગૌરીબેન (૨) કણજારીયા વાલજીભાઇ
વોર્ડ નં.૪
(૧) રિધ્ધિ મેતરિયા (૨) જગાણી અવનિ કૈલાસભાઇ (૩) રાબડીયા હાર્દિક કાંતિલાલ (૪) ભુવા રાહુલ જયંતિલાલ
વોર્ડ નં.૫
(૧) અજાણી નીતાબેન (૨) દૂધાગરા અશોકભાઇ મેપાભાઇ (૩)ભદાણીયા જયદીપ હમીરભાઇ
વોર્ડ નં.૬
(૧) રમણી કુલદીપ પ્રવિણભાઇ (૨) પારઘી મંજુલાબેન (૩) જગાણી નરેન્દ્રભાઇ ધીરૂભાઇ
વોર્ડ નં.૮
(૧) શિવલાલ બારસીયા (૨) દિનેશભાઇ જોષી
વોર્ડ નં.૯
(૧) ચૌહાણ લાલજીભાઇ
વોર્ડ નં.૧૪
(૧) ગોહેલ શીતલબેન
વોર્ડ નં.૧૭
(૧) પીપળીયા વિનોદભાઇ (૨) નૈયા પ્રણવ કમલેશભાઇ
વોર્ડ નં.૧૮
(૧) ડંગારિયા રાજેશ વિઠલભાઇ (૨) સુરજ બગડા
પ્રદેશ ટ્રેડ વિંગના અધ્યક્ષ બારસીયા અને શહેર પ્રમુખ જોષી વોર્ડ નં.૮માંથી લડશે
ભાજપના અભેદ્ય ગઢ એવા વોર્ડ નં.૮માંથી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીની ટ્રેડ વિંગના અધ્યક્ષ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેમજ ખોડલધામના સેવક શિવલાલ બારસીયા તથા આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોષી વોર્ડ નં.૮માંથી ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરાઇ છે.