ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં મોટો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી ૭૦,૮૩૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની જળસપાટી વધીને ૧૩૮.૩૫ મીટરે પહોંચી ચૂકી છે. આ સાથે જ ડેમ હવે તેની ૧૩૮.૬૮ મીટરની મહત્તમ જળસપાટીથી માત્ર ૩૫ સેન્ટિમીટર જ દૂર રહ્યો છે.
વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ડેમમાંથી હાલ ૧૩,૧૨૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે અને જળાશયમાં ૫,૬૩૮.૫ મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) જેટલો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. પાણીની આવક વધવાને કારણે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. સલામતીના કારણોસર હાલ રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન બંધ રાખવામાં આવ્યા છે અને માત્ર કેનાલ હેડના ત્રણ ટર્બાઇન જ કાર્યરત રાખવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત મુજબ પાણીનું નિયંત્રણ અને વ્યવસ્થાપન જાળવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application