BREAKING NEWS

નવસારી: વાંસદાના ચિકટીયા ગામે કૂવામાં પડવાથી 4 વર્ષીય દીપડાનું મોત

  • November 14, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચિકટીયા ગામેથી એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં કૂવામાં પડી જવાથી અંદાજે 4 વર્ષીય નર દીપડાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર ચિકટીયા ગામે એક માલકી કુવામાં દીપડો પડ્યો હોવાની જાણ સવારે 7 વાગ્યાના અરસામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જંગલી ભૂંડનો શિકાર કરવા પાછળ દોડતી વેળાએ દીપડો અને ભૂંડ બંને અસંતુલિત થઈને કૂવામાં ખાબક્યા હતા.


​​​​​​​ઘટનાની ગંભીરતા જોતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ કુવામાં ફસાયેલા જંગલી ભૂંડને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક જંગલમાં છોડી મૂક્યું હતું. જોકે, કૂવામાં ઊંડાણ અને અન્ય કારણોસર દીપડાને બચાવી શકાયો ન હતો અને તેનું મોત નીપજ્યું હતું. વન વિભાગ દ્વારા મૃત દીપડાના નર દેહનો કબજો મેળવી આગળની પોસ્ટમોર્ટમ (પીએમ) ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application