ગુજરાત સરકારના મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમ 1960માં સરકારે ફેરફાર કર્યો છે અને હવે ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધારા) નિયમો 2025 ની અમલવારી કરવાનો નિર્ણય કરાયો છે. સરકારના આ નિર્ણયને અને નવા નિયમોને પણ ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી દેવામાં આવી છે અને તેથી તે અમલી બની ગયા છે.
ગુજરાત સરકારના જોઈન્ટ સેક્રેટરી એચ. કે. ઠાકરે ગુજરાતના રાજ્યપાલના હુકમના આધારે કરેલા આ અંગેના પરિપત્રમાં જણાવ્યા મુજબ હવે આ નિયમો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 કહેવાશે અને તે તારીખ 8 ઓક્ટોબર 2024 થી અમલમાં આવ્યા છે તેમ ગણવામાં આવશે. આના કારણે તારીખ 8 નવેમ્બર 2024 બાદના જુના દરે આકારાયેલા બિલોના તફાવતની રકમ મેળવવા માટે મિનિસ્ટરો હકદાર રહેશે.
નવા નિયમમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જો કોઈ મિનિસ્ટર હોટલ અથવા લોજ સિવાયની અન્ય જગ્યાએ રોકાણ કરે તો તેમના માટે એક્સ વર્ગના શહેરમાં દૈનિક રૂપિયા 1000,વાય કેટેગરીના શહેરમાં રૂપિયા 800 અને ઝેડ કેટેગરીના શહેરમાં રૂપિયા 500 દૈનિક ભથ્થું ચૂકવવાનું રહેશે. આવી જ રીતે ખાનપાન અને ઉતારાની સગવડ પૂરી પાડતી હોટેલ અથવા લોજ અથવા અન્ય ગૃહ (એસ્ટાબ્લિસ્ટમેન્ટ)માં રોકાણ કરે ત્યારે એક્સ કેટેગરીના શહેરોમાં રુ. 2,600 વાય કેટેગરીના શહેરોમાં રૂપિયા 2100 અને ઝેડ કેટેગરીના શહેરોમાં રૂપિયા 1300 દૈનિક ભથ્થું ચૂકવવાનું રહેશે. શહેરોનું વર્ગીકરણ સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવે તે મુજબ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech