ચોમાસામાં વરસાદી પાણીની આવકની આશાએ જળાશયોમાં નર્મદાનીર છોડવાનું બંધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પખવાડિયાથી વરસાદના વિરામ વચ્ચે પાંચ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી.
વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં આજી-૧માં ૦.૦૭ ફૂટ, ગોંડલીમાં ૦.૧૬ ફૂટ, માલગઢમાં ૦.૧૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૧૬ ફૂટ, જામનગર જિલ્લામાં સપડા ડેમમાં ૦.૩૩ ફૂટ, ઉંડ-૧માં ૦.૦૭ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.
હાલની સ્થિતિએ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખુલો, ન્યારી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૫ મીટર ખુલો, મોરબી જિલ્લામાં મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ૦.૦૫ મીટર ખુલો છે અને સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિવેણી ઠાંગા ડેમ ૦.૦૧ મીટરથી ઓવરફ્લો યથાવત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસામાં વરસાદી પાણીની આવકની આશાએ સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌની યોજનાનું નર્મદાનીર છોડવાનું બંધ કરાયું છે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦.૦૭ ૨૧.૧૦ ફૂટ
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦.૦૦ ૧૫.૭૦ ફૂટ
ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦.૦૦ ૧૮.૫૦ ફૂટ