BREAKING NEWS

કતરમાં યુએસ સાથે વાતચીતનું કોઈ આયોજન નહીં: ઈરાને ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા

  • June 30, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા, ઈરાને સ્પષ્ટ્રતા કરી છે કે આગામી દિવસોમાં અમેરિકા સાથે કોઈપણ સ્તરે કોઈ વાટાઘાટો સુનિશ્ચિત નથી. ઈરાની વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને નકારી કાઢા છે જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ઈરાની પ્રતિનિધિમંડળની કતારના દોહાની મુલાકાત અમેરિકન અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે હતી. ઈરાની સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝ અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવકતા ઇસ્માઇલ બાઘાઈએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમેરિકાના પક્ષ સાથે કોઈપણ સ્તરે કોઈ વાટાઘાટો સુનિશ્ચિત નથી.
પ્રવકતાએ કહ્યું, અમેરિકન પ્રતિનિધિમંડળની કતારની મુલાકાત ઈરાની પ્રતિનિધિમંડળની મુલાકાત સાથે સંબંધિત નથી. અમાં પ્રતિનિધિમંડળ એમઓયુની જોગવાઈઓની સમીક્ષા કરવા અને અમલીકરણને આગળ વધારવા માટે કતાર જઈ રહ્યું છે, ખાસ કરીને કલમ ૧૧. તેમણે એ પણ સ્પષ્ટ્રતા કરી કે વ્યાપક અને અંતિમ કરાર અંગે વાટાઘાટો હજુ શ થઈ નથી.
બાઘાઈએ સમજાવ્યું કે, ૧૪–મુદ્દાના એમઓયુના કલમ ૧૩ મુજબ, અંતિમ કરાર પર વાટાઘાટો ફકત ત્યારે જ શ થઈ શકે છે યારે કલમ ૧, ૪, ૫, ૧૦ અને ૧૧ માં દર્શાવેલ પગલાં અમલમાં મુકાયા હોય અને સતત ચાલુ રહ્યા હોય. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ નોંધ્યું કે આ જોગવાઈઓ બંને પક્ષો વચ્ચે વિશ્વાસ બનાવવા માટે જરી છે, અને અંતિમ કરાર પર ઔપચારિક વાટાઘાટો તેમના અમલીકરણ પછી જ શ થઈ શકે છે.
બાઘાઈએ સમજાવ્યું કે કલમ ૧૧ હેઠળ, યુ.એસ.એ પરસ્પર સંમતિ મુજબની પ્રક્રિયા અનુસાર ઈરાનની સ્થિર અથવા પ્રતિબંધિત સંપત્તિ અને ભંડોળ મુકત કરવા જોઈએ. ઈરાનને તેના ભંડોળનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે જરી લાઇસન્સ અને અન્ય અધિકૃતતાઓ પણ જારી કરવી જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યેા કે, કલમ ૧૩ મુજબ, આ પાંચ મુખ્ય જોગવાઈઓનો અમલ પહેલા શ થવો જોઈએ અને ચાલુ રાખવો જોઈએ; ત્યારબાદ જ અંતિમ કરાર અંગે વાટાઘાટો આગળ વધશે.
આ દરમિયાન, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વરિ સલાહકાર જેરેડ કુશનર મંગળવારે ઈરાન સાથે વાટાઘાટો માટે દોહા જશે. આ પહેલ હોર્મુઝ સ્ટ્રેટમાં બંને પક્ષો વચ્ચે તાજેતરના તણાવ અને લશ્કરી પ્રવૃત્તિઓને પગલે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે ફોકસ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ બેઠક ઈરાનની વિનંતી પર થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News