રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ ઉઠી છે. મુસાફરોએ સોશિયલ મીડિયા પર આ અંગે વ્યથા ઠાલવી છે. દિપક દોશીએ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, "રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિલકુલ પાણી નથી. પીવાનું પાણી પણ નથી."
હીરાસર એરપોર્ટ પર દોઢ વર્ષમાં 10 લાખથી વધુ મુસાફરોએ અવરજવર કરી છે. આ એરપોર્ટનું લોકાર્પણ જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને સપ્ટેમ્બર 2023થી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ હતી. જોકે, મુસાફરોને પીવાનું પાણી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં પાણીની સમસ્યા વકરી છે. માર્ચ મહિનાના 17 દિવસમાં જ વોટર વર્કસ શાખાને લગતી 2285 ફરિયાદો કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ છે. જેમાં દૂષિત પાણી વિતરણની સૌથી વધુ 658 ફરિયાદો છે. હીરાસર એરપોર્ટ પર પાણીની સુવિધાનો અભાવ અને શહેરમાં પાણીની સમસ્યાને કારણે મુસાફરો અને નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.
દોઢ વર્ષમાં 10 લાખથી વધુ મુસાફરોએ નોંધાયા
રાજકોટની ભાગોળે અમદાવાદ રોડ ઉપર બનેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમા પુરતી સુવિધાઓના અભાવના આક્ષેપો અને વિવાદો વચ્ચે દોઢ વર્ષમાં 10.53 લાખ મુસાફરોએ અવર જવર કરી છે. ખાસ કરીને વર્ષ 2024માં 10 લાખ મુસાફરોની અવર – જવરનો રેકોર્ડ નોંધાયો છે. હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ જુલાઇ, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ સપ્ટેમ્બર, 2023થી ફલાઇટની ઉડાન શરૂ થઈ હતી. તે વખતે ત્યાં હંગામી ટર્મિનલ હતું. જોકે હવે અહીં આધુનિક ટર્મિનલ પણ ધમધમતું થઈ ગયું છે, ત્યારે આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે 1 મિલિયન મુસાફરોની અવરજવરનો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. જોકે મુસાફરોને પીવાનું પાણી જ ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીના ધાંધિયાની ફરિયાદોનો મારો
ઉનાળાના આરંભે જ શહેરભરમાં પાણીને લગતી ફરિયાદોનો રિતસર ધોધ છૂટ્યો છે. માર્ચ માસના ૧૭ દિવસમાં જ વોટર વર્કસ શાખાને લગતી ૨૨૮૫ ફરિયાદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇલેક્ટ્રીક મોટર મૂકીને ડાયરેક્ટ પમ્પીંગ કરવામાં આવતું હોવાની ૧૨ ફરિયાદ, ગેરકાયદે નળ જોડાણ હોવાની ૬ ફરિયાદ, નિર્ધારિત સમય કરતા ઓછું પાણી વિતરણ કરવામાં આવ્યું હોવાની ૫૮ ફરિયાદ, પાણીનો ફોર્સ ઓછો હોવાની ૩૧૦ ફરિયાદ, પાણી આવ્યું ન હોવાની ૩૯૫ ફરિયાદ, પાઈપલાઈન લીકેજ હોવાની ૪૬૭ ફરિયાદો નોંધાય છે. જ્યારે સૌથી વધુ દૂષિત પાણી વિતરણ થતું હોવાની ૬૫૮ ફરિયાદો નોંધાઇ છે.
વાલ્વ ચેમ્બર તૂટેલી હોવાની ૨૧, વાલ્વ લીકેજ હોવાની ૩૭ અને લાંબા સમય સુધી વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાની ૨૧ ફરિયાદો નોંધાઇ છે. ઉનાળાના આરંભે જ પાણી વિતરણને લગતી ફરિયાદોનો ધોધ છૂટતા વોટર વર્કસ શાખામાં દોડધામ મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech