સોમનાથ મંદિર આસપાસ વાહન પ્રવેશબંધી અને વન–વે રૂટનું જાહેરનામું
સોમનાથ મંદિર આસપાસ વાહન પ્રવેશબંધી અને વન–વે રૂટનું જાહેરનામું
May 28, 2026 10:24 AM
પ્રભાસપાટણ : પ્રથમ યોતિલિગ સોમનાથ મહાદેવનું મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવે છે. સુરક્ષા જાળવવા અને વીવીઆઈપી મૂવમેન્ટ ચાલુ રહેતી હોય જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જીલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહ એન વાઘેલા દ્રારા વાહન પ્રવેશબંધી અને વન–વે ટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ થઈ સોમનાથ ટ્રસ્ટના પાકિગમાં આવશે અને ત્યાંથી વાહનો પાકિગમાં મૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ ટ્રસ્ટના પાકિગમાં એકઝીટ થઈ સફારી સર્કલ તરફ બહાર નીકળશે. યારે નાગદાદાના મંદિરથી પઠાણવાડાના નાકાથી રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તાથી, રામરાખ ચોકથી પઠાણવાડા થઈ રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તા સુધી, પાંચ ચકલાથી શીવ સદન હોટલ તરફ આવતા વાહનો, મેઈનબજારમાંથી ભોઈવાડાના નાકા તરફ આવતા વાહનો, પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તાથી હમીરજી સર્કલથી શખં સર્કલ સુધી તમામ ટ પર થ્રી વ્હીલ, ફોર વ્હીલ, લાઈટ વ્હીકલ તથા ભારે વાહનો પર પ્રવેશ પ્રતિબધં લગાવાયો છે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક ટ તરીકે શખં સર્કલ થી આવતા વાહનો વેણેશ્વર ચોકડીથી રામરાખ ચોક જઈ અન્ય જગ્યાએ નીકળી શકશે તેમજ મેઈન બજારના વાહનો ભોઈવાડાના નાકેથી મદાર ઓટો થઈ અન્ય જગ્યાએ અને કુંભારવાડાથી પાંચ ચકલા થઈ રામરાખ ચોક અને વેણેશ્વર ચોકડીથી અન્ય જગ્યાએ જઈ શકશે. સાગર દર્શન ગેસ્ટ હાઉસ જવા માટે શખં સર્કલથી ભીડિયા સર્કલ થઈ સર્કિટ હાઉસ રોડ પરથી જઈ શકાશે. આ જાહેરનામું તા.૩૦–૬–૨૦૨૬ સુધી અમલમાં રહેશે તેમજ સરકારી અને મેડીકલ ટીમના વાહનો તેમજ ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહી. જાહેરનામાનો ભગં કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૨૩ તથા ગુજરાત પોલિસ અધિનિયમની કલમ–૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે