શહેરના જુના મોરબી રોડ પર ગણેશનગર-10માં રહેતાં અને અગાઉ 54 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો કુખ્યાત ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.35) અને તેના ભાઇ ફિરોઝ ઉર્ફ ફિરીયો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.20)ને 21 દિવસ પહેલાના હત્યાની પ્રયાસના ગુનામાં ફરાર હોઇ બી ડિવીઝન પોલીસે વાપી નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગણેશનગર-11માં રહેતાં અને કરીયાણાની દુકાન ધરાવતાં વેપારી યોગેશભાઇ હરજીવનભાઇ મકવાણાની દૂકાને પરપ્રાંતિય મજૂરો ખરીદી કરવા આવતાં હોઇ ઇભલાએ તારી દુકાને આવા લોકો આવવા ન જોઇએ તેમ કહી ઝઘડો કરી પોતાના ભાઇ ફિરોઝ સહિતનાઓ સાથે મળી તલવાર વડે હુમલો કર્યો હતો. બાદમાં ભાગી ગયા હતાં.
દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મારૂ તથા તેમની ટીમ આ આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હોય દરમિયાન બંને ભાઇ મહારાષ્ટ્રમાં હોવાની બાતમી મળતાં પોલીસની ટીમે અહીં પહોંચી બંનેને ઝડપી લીધા હતાં. હત્યાનો કોશિષનો ગુનો નોંધાતા બંને ભાઇઓ વાપીથી આગળ મહારાષ્ટ્ર બોર્ડમાં જતાં રહ્યા હતાં અને ત્યાં છુપાઇ ગયા હતાં. બંનેની વધુ તપાસ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કુખ્યાત ઇભલા વિરૂધ્ધ અત્યાર સુધીમાં ખ્ંડણી,ફરજમાં રૂકાવટ,હત્યાનો પ્રયાસ,રાયોટીંગ, આર્મ્સ એકટ, એટ્રોસીટી,મારામારી, જૂગાર, લૂંટ સહિત 54 ગુના નોંધાઇ ચુકયા છે. છ વખત તે પાસા હેઠળ જેલહવાલે પણ થઇ ચૂકયો છે.જ્યારે તેનો ભાઇ ફિરોઝ ઉર્ફ ફિરીયો મારામારી, રાયોટીંગ-હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ સહિત પાંચ ગુનામાં પોલીસે ચોપડે ચડી ચુકયો છે.
આ કામીગીરીમાં બી ડિવિઝનના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. જયદિપસિંહ બોરાણા, ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળી, જગદીશભાઇ વાંક, રાજદિપભાઇ પટગીર અને વિશ્વજીતસિંહ ઝાલા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech