હવે લદ્દાખ રૂટથી પણ અમરનાથ યાત્રા થઈ શકશે, છ કિમીનો નવો માર્ગ બનશે
હવે લદ્દાખ રૂટથી પણ અમરનાથ યાત્રા થઈ શકશે, છ કિમીનો નવો માર્ગ બનશે
July 11, 2026 08:53 AM
અમરનાથ ધામ સુધી યાત્રાળુઓની પહોંચને સરળ બનાવવા માટે લદ્દાખના મીનામાર્ગથી પવિત્ર ગુફા સુધી ત્રીજો ટ બનાવવાની શકયતા પર કામ શ થઈ ગયું છે. આ પ્રસ્તાવિત માર્ગ લદ્દાખ ક્ષેત્રમાં આવેલા મીનામાર્ગને કાશ્મીર ખીણમાં સમુદ્ર સપાટીથી આશરે ૧૨,૭૫૬ ફટની ઐંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફા સાથે જોડશે. આ ટૂંકો માર્ગ લગભગ છ કિલોમીટર લાંબો હશે. હાલમાં, પવિત્ર ગુફા તરફ જવાના બે માર્ગેા બાલતાલ અને પહેલગામ છે.બાલતાલથી પવિત્ર ગુફા સુધીનું અંતર ૧૪ કિલોમીટર છે. આ માર્ગ ૧૯૯૯ માં યાત્રાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પહેલગામથી પવિત્ર ગુફા સુધીનું અંતર આશરે ૩૪ કિલોમીટર છે. લદ્દાખથી પવિત્ર ગુફા સુધીના વૈકલ્પિક માર્ગની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. ગયા જૂનમાં લદ્દાખમાં સિંધુ મહાકુંભ દરમિયાન આ માર્ગની માંગ ફરી શ થઈ હતી. લદ્દાખના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત માર્ગ નિર્માણાધીન ઝોજિલા ટનલ (મીનામાર્ગ–દ્રાસ) ના પૂર્વ મુખથી પવિત્ર ગુફા સુધી ચાલશે અને લગભગ છ કિલોમીટર લાંબો હશે. તેમણે જણાવ્યું હતું કે લદ્દાખના લેટનન્ટ ગવર્નર વિનય કુમાર સકસેના પણ આ પ્રસ્તાવ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમણે વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે પણ ચર્ચા ચાલી રહી છે.