BREAKING NEWS

મિત્રો સાથેની ટ્રિપ કે પાર્ટીનો હિસાબ હવે ક્ષણવારમાં! Paytm એ લોન્ચ કર્યું 'Split Bills' ફીચર; જાણો કેવી રીતે કરશે કામ

  • July 29, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિત્રો સાથે વીકેન્ડ ટ્રિપ પર જવું, બર્થડે પાર્ટી ઉજવવી, સિનેમા જોવા જવું કે પછી રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવું હંમેશા યાદગાર રહે છે. પરંતુ આ આનંદદાયક ક્ષણો બાદ જ્યારે ગ્રુપના ખર્ચાઓનો હિસાબ કરવાનો સમય આવે છે, ત્યારે અવારનવાર મોટી ગૂંચવણ ઊભી થાય છે. કોણે કેટલા પૈસા ચૂકવ્યા, કોની પાસે કેટલું નાણું બાકી છે અને કોણે કોને પૈસા ટ્રાન્સફર કરવાના છે – આ બધી બાબતો યાદ રાખવી મુશ્કેલ બની જતી હોય છે.


આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભારતની જાણીતી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm) એ પોતાના યુઝર્સ માટે એક શાનદાર અને અત્યંત ઉપયોગી ‘સ્પ્લિટ બિલ્સ’ (Split Bills) ફીચર લોન્ચ કર્યું છે. આ નવા ફીચરની મદદથી હવે યુઝર્સ એક જ જગ્યાએ ગ્રુપના તમામ ખર્ચાઓનો હિસાબ રાખી શકશે, દરેક વ્યક્તિનો હિસ્સો કેલ્ક્યુલેટ કરી શકશે અને પેમેન્ટ સેટલ કરી શકશે. આ ફીચર પેટીએમ એપ પર તદ્દન મફત ઉપલબ્ધ છે. આ નવા સ્પ્લિટ બિલ્સ ફીચર અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે:


પેટીએમનું આ નવું ફીચર યુઝર્સને ગ્રુપમાં થતા તમામ સામાન્ય ખર્ચાઓને એક જ જગ્યાએ ઉમેરવાની સુવિધા આપે છે. યુઝર્સ પોતાની અનુકૂળતા મુજબ કુલ બિલને તમામ મિત્રોમાં સરખા ભાગે (Equally) વહેંચી શકે છે અથવા તો ચોક્કસ રકમ (Exact Amount), ટકાવારી (Percentage) કે હિસ્સા (Shares) મુજબ અલગ-અલગ ડિવાઈડ કરી શકે છે.


ગ્રુપ સમરી અને પેમેન્ટ રિમાઇન્ડરની સુવિધા
આ ફીચરમાં મળતી 'ગ્રુપ સમરી' થી યુઝર્સને એક જ ક્લિકમાં તમામ વિગતો જોવા મળે છે. જેમ કે, ગ્રુપે કુલ કેટલો ખર્ચ કર્યો, દરેક વ્યક્તિ પર કેટલા પૈસા બાકી છે અને પેન્ડિંગ બેલેન્સ કેટલું છે. આનાથી જ્યારે ગ્રુપના અલગ-અલગ સભ્યો જુદી-જુદી વસ્તુઓ માટે ચુકવણી કરી રહ્યા હોય ત્યારે થતી ગૂંચવણ અટકે છે.


આ ઉપરાંત, જે મિત્રો પાસે પૈસા બાકી છે તેમને યુઝર્સ સીધા પેટીએમ એપ દ્વારા જ 'પેમેન્ટ રિમાઇન્ડર' મોકલી શકે છે. જે લોકોએ ચુકવણી કરવાની છે, તેઓ અગાઉથી ભરેલી વિગતો સાથે Paytm UPI નો ઉપયોગ કરીને તાત્કાલિક હિસાબ ચૂકતે કરી શકે છે.


Paytm ના 'સ્પ્લિટ બિલ્સ' ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?


૧. સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં Paytm એપ ઓપન કરો અને Pay Anyone ઓપ્શન પર ટેપ કરો.


૨. હવે સામે દેખાતા Split Bills વિકલ્પ પર ક્લિક કરો.


૩. એક નવું ગ્રુપ બનાવો અથવા અગાઉથી બનાવેલા ગ્રુપને સિલેક્ટ કરો.


૪. ગ્રુપમાં મિત્રોને એડ કરો, ગ્રુપનું નામ લખો અને ગ્રુપનો પ્રકાર (પ્રસંગ/ટ્રિપ) સિલેક્ટ કરો.

૫. Add Expense પર ટેપ કરીને કુલ થયેલી રકમ ઉમેરો.


૬. હવે કોણે પેમેન્ટ કર્યું છે તે પસંદ કરો અને બિલને સરખા ભાગે, ચોક્કસ રકમ કે પર્સેન્ટેજ મુજબ વહેંચવાનો વિકલ્પ પસંદ કરો.


૭. આટલું કર્યા પછી બાકી નીકળતી રકમ ચેક કરો, પેમેન્ટ રિમાઇન્ડર મોકલો અને Paytm UPI દ્વારા હિસાબ ક્લિયર કરો.


​​​​​​​રોકડ કે અન્ય એપથી કરેલા ખર્ચનો પણ રૅકોર્ડ રહેશે
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઈ મિત્રએ રોકડ (Cash), ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા ચુકવણી કરી હોય, તો પણ તે ખર્ચને આ ગ્રુપમાં એડ કરી શકાય છે.

જો કોઈ એપની બહાર પૈસા ચૂકવે છે, તો રૅકોર્ડ અપડેટ રાખવા માટે તેને 'માર્ક્ડ એઝ રિસીવ્ડ' (Marked as Received) પણ કરી શકાય છે. પેટીએમ અનુસાર, યુઝર્સ કોઈ પણ વધારાના ચાર્જ વગર ગમે તેટલા ખર્ચાઓ ઉમેરી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News