ગઈકાલે દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વુમન્સ એશિયા કપ-2026ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપ 2026 જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચ 72 રનથી જીતી હતી, પરંતુ હાઇ-વોલ્ટેજ ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ મોહસીન નકવી ઉભા રહીને જોતા રહ્યા, પરંતુ હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. જાહેરમાં ફરી નકવીને નીચાજોણું થયું અને આખી દુનિયામાં ફરી પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડ્યા હતા.
ફાઇનલ મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં, ફક્ત શ્રીલંકાના ખેલાડીઓને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ટીમ ઈન્ડિયા મેચ પછી સીધી ડ્રેસિંગ રૂમમાં ગઈ અને તેમને કોઈ મેડલ કે ટ્રોફી મળી નહીં. આ ઘટના 2025ના મેન્સ એશિયા કપ ફાઇનલ પછીના દ્રશ્યની યાદ તાજી કરાવી છે, સિવાય કે આ વખતે મોહસીન નકવી તેની સાથે ટ્રોફી લઈ ગયા ન હતા.
ભારતની જીત બાદ, મેચ પછીનો પ્રેઝન્ટેશન સમારોહ મોડો શરૂ થયો હતો. પ્રેઝન્ટેશન સમારોહ મોડો શરૂ થયો જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર ફરવીઝ મહારૂફે શ્રીલંકન ટીમને સ્ટેજ પર આમંત્રણ આપ્યું, તેમને મેડલ આપ્યા અને એસીસી પ્રમુખ મોહસીન નકવીએ શ્રીલંકન ખેલાડીઓને રનર-અપ ચેક આપ્યો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે.
નકવી વ્યક્તિગત રીતે વિજેતા ભારતીય ટીમને ટ્રોફી રજૂ કરવા માંગતા હતા. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીઆઈઆઈ)એ આ માટે સંમત થવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ઇનામ વિતરણ સમારોહમાં વિલંબ થયો અને બંને પક્ષો વચ્ચે પડદા પાછળની વાટાઘાટો થઈ હતી. ભારતીય પક્ષે એસીસીના ઉપપ્રમુખ ખાલિદ અલ ઝરૂનીને ટ્રોફી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો ન હતો.
અંતે, મોહસીન નકવીએ શ્રીલંકાની ટીમને રનર-અપ ચેક અર્પણ કર્યો હતો. તેમની સાથે સ્ટેજ પર ખાલિદ અલ ઝરૂની, શ્રીલંકા ક્રિકેટ ટ્રાન્સફોર્મેશન કમિટીના વડા એરન વિક્રમરત્ને, અમીરાત ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશીર ઉસ્માની અને ટાઇટલ સ્પોન્સર ડીપી વર્લ્ડના પ્રતિનિધિ જોડાયા હતા. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા સ્ટેડિયમમાં હાજર હતા પરંતુ સ્ટેજ શેર કર્યું ન હતું. બંને મેદાન પર ભારતીય ટીમને મળ્યા. ભારતીય ટીમને વિજેતા ટ્રોફી અને મેડલ આપ્યા વિના ઇનામ વિતરણ સમારોહ સમાપ્ત થયો હતો.
બધાને અપેક્ષા હતી કે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પછી સ્ટેજ પર આવશે, પરંતુ પ્રેઝન્ટર ફરવીઝ મહારૂફે અચાનક જાહેરાત કરી કે મેચ પછીનો પ્રેઝન્ટેશન સમારોહ સમાપ્ત થઈ ગયો છે. આ બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને બોર્ડ સચિવ દેવજીત સૈકિયાની હાજરીમાં થયું હતું. સૈકિયાએ થોડા સમય માટે ભારતીય ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી. અહેવાલો પહેલાથી જ બહાર આવ્યા હતા કે ટીમ ઈન્ડિયા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. દેવજીત સૈકિયા અને રાજીવ શુક્લા સાથે મુલાકાત કર્યા પછી, ટીમ ઈન્ડિયા ડ્રેસિંગ રૂમમાં પાછી ફરી હતી.
2025ના મેન્સ એશિયા કપ ફાઇનલ પછી, મોહસીન નકવી ટ્રોફી લઈને મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. આ વખતે, એવું નહોતું થયું. કારણ કે તેઓ શ્રીલંકાના ખેલાડીઓને મેડલ અને રનર-અપ ચેક આપ્યા પછી મેદાન છોડીને ગયા હતા. આ વખતે તેઓ ટ્રોફી લીધા વિના જ ચાલ્યા ગયા હતા. બાદમાં, ટીમના કોચ અમોલ મુઝુમદારે ખુલાસો કર્યો કે નકવીનો ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર સંપૂર્ણપણે બીસીસીઆઈનો નિર્ણય હતો.
આ ભારતનું આઠમું મહિલા એશિયા કપ ટાઇટલ હતું. ટીમ ઇન્ડિયાએ 2024ની ફાઇનલમાં શ્રીલંકા સામે 72 રનથી વિજય મેળવીને હારનો બદલો લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે 183 રન બનાવ્યા, જ્યારે શ્રીલંકાની ટીમ ફક્ત 111 રનમાં ઓલઆઉટ થઈ હતી.
મેન્સ ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારી નહોતી
2025ના મેન્સ એશિયા કપ ફાઇનલ પછી, મોહસીન નકવી ટ્રોફી લઈને મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. આ વખતે, એવું નહોતું થયું. કારણ કે તેઓ શ્રીલંકાના ખેલાડીઓને મેડલ અને રનર-અપ ચેક આપ્યા પછી મેદાન છોડીને ગયા હતા. આ વખતે તેઓ ટ્રોફી લીધા વિના જ ચાલ્યા ગયા હતા. બાદમાં, ટીમના કોચ અમોલ મુઝુમદારે ખુલાસો કર્યો કે નકવીનો ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર સંપૂર્ણપણે બીસીસીઆઈનો નિર્ણય હતો.
પુરુષ ટીમના વલણ સાથે મહિલા ટીમે એકતા દર્શાવીઃ બીસીસીઆઈ સચિવ
બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ હરમનપ્રીત કૌર અને ટીમના નિર્ણય વિશે કહ્યું કે, આમ કરીને તેઓએ પુરુષ ટીમના વલણ સાથે તેમની એકતા દર્શાવી છે. તેમણે ઉમેર્યું કે 2025ના પહેલગામ આતંકવાદી હુમલા પછી, આપણા દેશવાસીઓ તરફથી આપણા પાડોશી દેશ સાથે કોઈ સંબંધ ન રાખવા, તેમની સાથે ક્રિકેટ પણ ન રમવાનું દબાણ હતું. જો કે, અમારી સરકારે હજુ પણ બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેમની સાથે રમવાની મંજૂરી આપી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે દરેક શરત સ્વીકારીશું. મોહસીન નકવી એસીસીના પ્રમુખ હોવા ઉપરાંત પીસીબીના અધ્યક્ષ પણ છે. વધુમાં, તેઓ પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આથી અમે તેમની પાસેથી ટ્રોફી છીનવી શકતા નથી. અમને કોઈ અફસોસ નથી. અમારું મુખ્ય લક્ષ્ય ટ્રોફી જીતવાનું નથી, પરંતુ ભારતીય ટીમની જીત સુનિશ્ચિત કરવાનું છે અને અમે તે પ્રાપ્ત કરી રહ્યા છીએ.
નકવીના હાથે ટ્રોફી ન સ્વિકારવાનો નિર્ણય બીસીસીઆઈનોઃ કોચ
ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે મેચ પછી પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે ટ્રોફી ન લેવાનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો અને ટીમ તેના વલણ પર અડગ છે. આ ટુર્નામેન્ટ અમારા માટે સમાપ્ત થઈ ગઈ છે. અમે ચેમ્પિયન છીએ અને અમારા માટે આટલું પૂરતું છે. એક મોટા બોર્ડ પર એવું પણ લખ્યું હતું કે, ભારત એશિયા કપ 2026નો ચેમ્પિયન છે. તેમણે વધુમાં કહ્યું, આ ટુર્નામેન્ટ અમારા માટે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. અમે ચેમ્પિયન બનવાથી ખુશ છીએ. હવે અમારું ધ્યાન એશિયન ગેમ્સ પર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમ ટ્રોફી ક્યારે પ્રાપ્ત કરશે ત્યારે અમોલ મઝુમદારે કહ્યું કે તેમને હાલમાં આ વિશે કોઈ માહિતી નથી.