જામનગર: ધ્રોલ તાલુકામાં રેવન્યુ તલાટીઓની ફરજ અને કામગીરી માટે સમયપત્રક જાહેર
જામનગર તા.૧૪ સપ્ટેમ્બર , ધ્રોલ મામલતદાર દ્વારા ધ્રોલ તાલુકાના તમામ મહેસૂલી તલાટીઓ તેમના સેજાના કાર્યક્ષેત્રમાં કયા દિવસે ચોક્કસ કયા ગામમાં હાજર રહેશે તે અંગેનું સમય પત્રક નિયત કરવામાં આવ્યું છે જે મુજબ,
મુખ્ય સેજો માણેકપરના રેવન્યુ તલાટી ભાવિન ધમસાણીયા(૯૦૯૯૭૦૬૦૪૦) ને સણોસરા અને જાયવા સેજાનો ચાર્જ સોંપાયો છે. જેમાં પ્રથમ સોમવારે જાયવા, બીજા સોમવારે નાના ગરેડીયા, પ્રથમ મંગળવારે સગાળીયા, સુધાધુના, બીજા મંગળવારે સણોસરા અને છલ્લા, પ્રથમ બુધવારે ધરમપુર, મોટા વાગુદડ, નાના વાગુદડ, બીજા બુધવારે કાતડા અને ગોલીટા, પ્રથમ શુક્રવારે હરીપર, માણેકપર અને ભેંસદડ, બીજા શુક્રવારે ડાંગરા અને ખાખરા, પ્રથમ શનિવારે હજામચોરા અને હાડાટોડા ખાતે ફરજો બજાવશે.
મુખ્ય સેજો ખારવાના રેવન્યુ તલાટી આર.એમ.બાલાસરા (૭૪૦૫૬૫૨૨૩૮) ને વાંકિયા સેજાનો ચાર્જ સોંપાયો છે. જે સોમવારે ખારવા, મંગળવારે ખારવા, મોટા ઇટાળા અને રાજપર, બુધવારે સુમરા અને બીજલકા, શુક્રવારે વાંકિયા, નથુ વડલા, મજોઠ અને માવાપર, શનિવારે વાંકિયા અને સોયલ ખાતે ફરજો બજાવશે.
સિટી તલાટી ૧ સેજામાં ફરજો બજાવતા રેવન્યુ તલાટી એમ.જી.સંતોકી (૮૭૮૦૪૯૨૦૧૬) ને સીટી તલાટી ૨ સેજાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ગુરુવાર સિવાયના દિવસોમાં ધ્રોલ ખાતે ફરજો બજાવશે.
લતીપુર સેજાના રેવન્યુ તલાટી વિપુલ ચભાડીયા(૯૮૯૮૧૧૧૨૦૮) ને જાળીયા માનસર અને લૈયાળા સેજાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે સોમવારે લૈયાળા, ગઢડા અને જાબીડા ખાતે મંગળવારે લતીપુર, બુધવારે મોડપર અને દેડકદડ, શુક્રવારે લતીપુર, શનિવારે ખેંગારકા, ખીજડીયા, રોજીયા, હમાપર, પીપરટોડા અને જાળિયા માનસર ખાતે ફરજો બજાવશે.
આ તમામ રેવન્યુ તલાટીઓએ ગુરુવારે મામલતદાર કચેરી ધ્રોલ ખાતે યોજાનાર મિટીંગોમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ ધ્રોલ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.