આજકાલના પ્રેરણાના દીપસ્તભં સમાન પથદર્શક રજનીબેન જેઠાણીની ચિરવિદાયે જેઠાણી પરિવાર જ નહીં, સમગ્ર રાજકોટના સામાજિક જીવનને પણ ગાઢ શોકમાં ગરકાવ કરી દીધું છે. રવિવારે તેમની અંતિમ યાત્રામાં ઉમટી પડેલા માનવ મહેરામણે તેમના પ્રત્યેના અખૂટ સ્નેહ અને આદરની મૌન સાક્ષી આપી હતી. રાજકીય, સામાજિક, ઔધોગિક તથા વ્યાવસાયિક ક્ષેત્રના અગ્રણીઓથી લઈને સામાન્ય જનતા અને સગાં–સ્નેહીઓ સુધી સૌના હૃદયોમાં વસેલી તેમની સુગંધ અંતિમયાત્રામાં સ્પષ્ટ્ર અનુભવાઈ હતી.આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણીના સહધર્મચારીણી અને એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણી તથા મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણીના માતુશ્રી રજનીબેન જેઠાણી (ઉંમર ૭૩)નું શનિવારે સાંજે અવસાન થયું હતું. કાલાવડ રોડ પર આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા એક સંવેદનાત્મક સમુદ્ર બની હતી, જેમાં સહાનુભૂતિ અને શ્રદ્ધાંજલિના મોજાં ઉછળતા હતાં.માતૃત્વની મમતા, કણા અને ઉષ્માનું જીવતં પ્રતિબિંબ એવાં રજનીબેન પોતાના નિર્મળ, માયાળુ અને સહજ આજકાલ–જેઠાણી પરિવારે સ્વભાવથી સમાજમાં સ્નેહ અને આદરના દીપસ્તભં સમાન બની રહ્યા હતાં. ૧૨ ઓકટોબર, ૧૯૫૨ના શુભ દિવસે જન્મેલ આ પવિત્ર આત્મા વર્ષ ૧૯૭૩માં ધનરાજભાઈ જેઠાણી સાથે લબંધનમાં બંધાયા અને ગૃહસ્થ જીવનમાં ચાર સંતાનો: પૂનમબેન, ચંદ્રેશભાઈ, અનિલભાઈ અને સુનીતાબેનપે અમૂલ્ય વારસો પ્રા કર્યેા હતો. રજનીબેનના પવિત્ર સહયોગ અને શુભ સાથથી જ ધનરાજભાઈની સફળતાની ગાથાનો આરંભ થયો. રજની સાડી ફોલથી શરુ થયેલું એક નાનું સ્વપન તેમના પરિશ્રમ, સંકલ્પ અને ધ્ઢતાના આશીર્વાદથી દેશ–વિદેશ સુધી પ્રસરી ગયું. ત્યારબાદ રજની ડેવલોપર્સ પ્રા. લિ. દ્રારા શહેરને અનેક સ્મરણિય નિર્માણોની ભેટ આપી, જે તેમના દ્રષ્ટ્રિકોણ અને શ્રમનું શાશ્વત પ્રતીક બની રહ્યા.રજનીબેનના ગૃહપ્રવેશના પવિત્ર પગલાં જાણે જેઠાણી પરિવાર માટે સુખ–સમૃદ્ધિના સોનેરી પ્રભાતનો આરભં હતાં. દરેક સફળતા પાછળ તેમની નિ:શબ્દ પ્રેરણા અને આશીર્વાદનો અજવાશ રહેલો હતો.રજનીબેનના વ્યકિતત્વમાં સરળતા અને સહજતા સાથે ધાર્મિકતા અને પરોપકારનો અલૌકિક સંગમ ઝળકતો હતો. ભગવાન શિવ પ્રત્યેની તેમની અખડં શ્રદ્ધા જીવનભર અડગ રહીપાછલા પચાસ વર્ષથી દર સોમવારે અચૂકપણે શિવ મંદિરે જઈ પૂજન–અર્ચન કરતા અને દાન–પુણ્યના સંસ્કારોને જીવનમાં સિંચતા રહ્યા. તેમના આ સાત્વિક સ્વભાવથી સમગ્ર પરિવાર પણ આધ્યાત્મિકતા અને સંસ્કારની સુગંધથી ઓતપ્રોત રહ્યો.તેઓ પોતાના પુત્રો ચંદ્રેશભાઈ અને અનિલભાઈ, પુત્રીઓ પૂનમબેન અને સુનીતાબેન, જમાઈઓ વિજયકુમાર હરિશભાઈ સપરા અને સુધીરકુમાર જગદીશભાઈ ગુરનાણી, પૌત્રો સહજ અને સમર, તેમજ પૌત્રીઓ જહાન, જન્નત અને દોહિત્રીઓ દિયા, રીત, હિયા અને ફિઝા સહિત સમગ્ર પરિવારને કલ્પાંતના કણ વિરહમાં મૂકી અનતં યાત્રાએ વિલિન થઈ ગયાં છે. તેમની વિદાયે જેઠાણી પરિવારને શોકસાગરમાં ગરકાવ કરી દીધો છે, પરંતુ તેમની પવિત્ર સ્મૃતિઓ હંમેશા સૌના હૃદયમાં અખડં પ્રવલિત દીપ સમી ઝળહળતી રહેશેપ્રેરણાનું અજવાળું બની, સ્નેહનો શાશ્વત સંદેશ આપતી રહેશે