કાયદો અને વ્યવસ્થા પોલીસના નહીં લોકોના હાથમાં હોય તેમ છેલ્લા એક મહિનાની હત્યા,હત્યાના પ્રયાસ તેમજ જાહેરમાં ધોકા–પાઇપ, છરી વડે મારામારી જેવા પોલીસ ચોપડે નોંધાયેલા બનાવ જોતા લાગી રહ્યું છે. તેનું વરવું ઉદાહરણ રાજકોટના મઘરવાડા ગામે જોવા મળ્યું છે, કાવ્યા એલોય પ્રા.લિ. નામના કારખાનામાં કામ કરતા શ્રમિક ઉપર ચોરીનું આળ મૂકી કારખાનાના માલિકના પુત્ર, મેનેજર સહિતના કર્મચારીઓએ ખાટલા સાથે બાંધી બેફામ ક્રૂરતા પૂર્વક મરણતોલ મારમારતા શ્રમિકનું ઘટના સ્થળે જ કણ મોત નીપયું હતું. શ્રમિકનો જીવ લેનાર કારખાનાના માલિકના પુત્ર સાહિલ ભાવેશભાઈ લીબાસીયા, મેનેજર શનિ રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનિસ હાપલીયા, સત્યમ ડોબરીયા કારખાનામાં કામ કરતા શ્રમિકો રમેશ સિધ્ધાર્થ, વિશાલ જાપટ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા સહિતના સામે મૃતકના ભાઈ સર્વેશ શુશીલકુમાર ચૌહાણની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની મળતી વિગત મુજબ મૂળ યુપીનો અને હાલ મઘરવાડા ખાતે આવેલી કાવ્યા એલોય પ્રા.લી.કંપનીમાં મજૂરી કામ કરી ત્યાંજ લેબર કવાર્ટરમાં રહેતો ચંદ્રવીર ભગવતી ચૌહાણ (ઉ.વ.૪૦)નો યુવક ગત તા.૨૧ના રાત્રીના બહાર જતો હતો ત્યારે પિતરાઈ ભાઈ સર્વેશે કયાં જાય છે પૂછતાં રાજકોટ કામથી જવાનું કહ્યું હતું. જે બાદ રાત્રીના કારખાનાના મેનેજર સની રૈયાણી અને પાર્થ બંને આવ્યા હતા અને સર્વેશને
બાઇકમાં બેસાડી કુવાડવા રોડ પર આવેલી હોટેલે લઇ ગયા હતા ત્યાં ચન્દ્રવીર અને તેની સાથે બે અજાણ્યા માણસો બેઠા હતા. મેનેજર શનિ રૈયાણી અને પાર્થએ ચંદ્રવીરને કારખાનામાંથી ચોરેલા ૩૫ કિલો કોપરના વાયર સાથે પકડી પાડો હોવાનું સર્વેશને જણાવી બધા કારખાને ગયા હતા અને ત્યાંથી ચંદ્રવીરને ઓરડીએ મૂકી ચાલ્યા ગયા હતા. ગઈકાલે સવારે આઠેક વાગ્યે કારખાનાના ગેઇટ પાસે કારખાનાના માલિકનો દીકરો સાહિલ, મેનેજર શનિ રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનિશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિધ્ધાર્થ, વિશાલ જાપટ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા અને અજાણ્યા માણસો ચંદ્રવીરને ખાટલા ઉપર ઐંધો સુવડાવી દોરીથી બાંધીને ધોકા, પાઇપ અને રબરની નળી સહીત વડે બેફામ મારમારતા હતા અને પૂછતાં હતા કે, તારી સાથે ચોરીમાં બીજું કોણ હતું ? કહી એક કલાક સુધી બેરહેમી પૂર્વક મારમારતા યુવકના પિતરાઈએ સર્વેશએ વધુ માર ન મારો મરી જશે કહી કરગરવા જતા યુવકને વારાફરતી માર મારવાનું બધં કયુ ન હતું. અંતે યુવક બેભાન થઇ જતા મેનેજર શનિ અને પાર્થએ ઉંચકીને ઓરડીમાં મૂકી આવ્યા હતા. બનાવ અંગે સર્વેશએ શેઠ ભાવેશભાઈને ફોન કરતા એ કારખાને આવી ગયા હતા અને તાકીદે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો અને બનાવની જાણ કુવાડવા પોલીસને કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડો હતો. પોલીસે બેરહેમી પૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દેનાર કારખાનાના માલિકના પુત્ર, બંને મેનેજરો, અને કંપનીના કર્મચારીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે