દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ગ્રામ્ય વિસ્તારોના વાહન વ્યવહારના ૩૫ રૂટ બંધ થયા હોય ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા રાજકોટ એસટી ડિવિઝન સહિત રાયભરમાંથી આજે દક્ષિણ ગુજરાત તરફ જતી ૧૨૫ એસટી બસ રદ્દ કરવામાં આવી હોવાનું નિગમના ઉચ્ચત્તમ વર્તુળોમાંથી જાણવા મળે છે.વિશેષમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ, કિલ્લા પારડી, વાંસદા, વાપી, ધરમપુર, બીલીમોરા, નવસારી, ઉમરગામ, કપરાડા, નાનાપોંઢા સહિતના રૂટની બસો રદ કરવામાં આવી છે અને સ્થિતિ થાળે ન પડે તેમજ નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી બસ રૂટ બધં રહેશે.
સૂત્રોએ ઉમેયુ હતું કે હાલ જે એસટી બસો રસ્તામાં અધવચ્ચે છે તેમને સલામત સ્થળે રહેવા, કોઇ પણ પ્રકારનું જોખમ નહીં ખેડવા, ડ્રાઇવર–કંડકટરને ડેપો મેનેજર સાથે તેમજ જીપીએસ કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા તાકિદ કરવામાં આવી છે