BREAKING NEWS

શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના પવિત્ર દિને સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગનો શૃંગાર કરાયો

  • September 09, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે દરરોજ નિતનવા અને આકર્ષક શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પવિત્ર અવસરે દેવાધિદેવ શિવ સોમનાથ મહાદેવને એક વિશેષ અને દિવ્ય 'દ્વાદશ જ્યોતિર્લિંગ' શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.આ અલૌકિક શૃંગાર અંતર્ગત મંદિરના પવિત્ર ગર્ભગૃહને સુંદર અને સુગંધિત પુષ્પોથી કલાત્મક રીતે અલંકૃત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવની સાથે અન્ય ૧૧ શિવલિંગોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ તમામ શિવલિંગોને સુંદર રીતે અલંકૃત કરી બાર જ્યોતિર્લિંગનું સ્વરૂપ આપી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં એકસાથે ભારતવર્ષના બારેય જ્યોતિર્લિંગના દર્શન થતાં એક અદભુત અને ઊર્જાવાન આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું.સોમનાથ દાદાના આ અનોખા 'દ્વાદશ જ્યોતિર્લિંગ' શૃંગારના દર્શનનો લ્હાવો રૂબરૂ તેમજ ઓનલાઈન માધ્યમથી લઈને દેશ-વિદેશના લાખો શિવભક્તો ભાવવિભોર બન્યા હતા અને ભારે ધન્યતા અનુભવી હતી. મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર "જય સોમનાથ" અને "હર હર મહાદેવ"ના નાદથી શિવમય બની ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application