BREAKING NEWS

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો જન્મદિવસઃ રાજકોટમાં MLA ઉદય કાનગડે મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવી ઉજવણી કરી

  • October 22, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી રાજકોટમાં અનોખી અને સેવાકીય રીતે કરવામાં આવી હતી. સેવા એ જ સંસ્કાર, સંવેદના એ જ સાચી ઉજવણીના મંત્રને સાર્થક કરતા વિધાનસભા-૬૮ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા એક સુંદર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'એકરંગ' સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને તેમની પસંદગીનું ભાવતું ભોજન કરાવીને ખુશીઓ વહેંચવામાં આવી હતી.


અમિતભાઈ શાહના દીર્ઘાયુષ્ય માટે મંગલકામના

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે ઈશ્વર સમક્ષ મંગલપ્રાર્થના કરી હતી. મનોદિવ્યાંગ બાળકોના મુખ પર સ્મિત લાવીને ઉજવવામાં આવેલી આ જન્મદિવસની ઉજવણી સમાજમાં સંવેદના અને સેવાભાવનો સુંદર સંદેશ આપે છે.


આ સેવાકીય પ્રસંગે રાજકોટ શહેર ભાજપના અનેક વિશિષ્ટ નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, તેમજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને કિશોરભાઈ રાઠોડ ખાસ હાજર રહ્યા હતા.


આ ઉપરાંત, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, સંબંધિત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ તેમજ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પોતે હાજર રહીને બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું અને આ ક્ષણને યાદગાર બનાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application