BREAKING NEWS

રાજકોટના લોકમેળામાં મોડી રાત્રે 34માંથી માત્ર 8 રાઇડ્સને મંજૂરી: સાંજ સુધીમાં અન્ય રાઇડ્સ શરૂ થવાની શક્યતા

  • September 03, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમના પવિત્ર તહેવાર નિમિત્તે લોકમેળામાં જનમેદની ઉમટી પડી છે, ત્યારે મેળાના મુખ્ય આકર્ષણ સમાન યાંત્રિક રાઇડ્સને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા કડક સુરક્ષા તપાસ બાદ મોડી રાત્રે મેળાસરમયાન આવેલી કુલ ૩૪ યાંત્રિક રાઇડ્સમાંથી માત્ર ૮ રાઇડ્સને જ સંચાલન માટેની લીલી ઝંડી આપવામાં આવી છે. બાકીની રાઇડ્સમાં સુરક્ષા અને ટેકનિકલ માપદંડોની ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાથી તેને હજુ સુધી મંજૂરી મળી શકી નથી.

તહેવારના દિવસે મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા તમામ રાઇડ્સનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાઇડ્સની ફિટનેસ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ઇમરજન્સી સુવિધાઓની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ તબક્કાવાર મંજૂરી પત્રો આપવામાં આવી રહ્યા છે. જે રાઇડ્સને મંજૂરી મળી છે, તેમાં જ અત્યારે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે.

બીજી તરફ, સાતમના તહેવારને ધ્યાનમાં રાખીને મેળામાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તેને પગલે બાકી રહેલી રાઇડ્સના સંચાલકો પણ જરૂરી તમામ કાગળિયા અને સુરક્ષાના સાધનો પૂર્ણ કરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં જરૂરી તમામ સુરક્ષા ધોરણો પૂર્ણ કરનારી અન્ય રાઇડ્સને પણ મંજૂરી આપી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેથી મેળામાં આવતા લોકોને વધુ મનોરંજન મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News