જેતપુર શહેરમાં લોકોને નવા આધારકાર્ડ કઢાવવા તેમજ અપડેશન માટે બે જ કીટ હોય લોકોને આધાર કાર્ડની કામગીરી કરાવવા કડકડતી ઠંડીમાં વહેલી સવારે પાંચ વાગ્યે ટોકન લેવા માટે આવી જવું પડે છે. તેમાં માતાઓ નાના બાળકોને સાથે લઈને અથવા તો કોઈની પાસે છોડીને બાળકો સ્કૂલમાં રજા રાખી, કામદારો મજૂરીમાં રજા રાખીને આવે તો છે પરંતુ કયારે વારો આવશે તે પણ નક્કી ન હોવાથી આધારકાર્ડની કીટ વધારવા લોકો માંગ કરી રહ્યા છે.
લોકોને ઓકિસજનની જેટલી જર છે તેટલી જ જર આધારકાર્ડની સરકાર દ્રારા લોકો માટે કરી નાખવામાં આવી છે. માણસના જન્મના દાખલાથી લઈ મરણ સુધી તમામ કામમાં આધારકાર્ડ અનિવાર્ય છે. સરકારની તમામ યોજનાઓનો લાભ જોતો હોય તો આધારકાર્ડ જોઈએ જ તેના વગર ફોર્મ જ ભરી ન શકાય. લોકો સરકારના આધારકાર્ડ ફરજીયાતના હુકમથી સારી રીતે વાકેફ હોવાથી નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડ અપડેશન માટે આધારકાર્ડ સેન્ટરે જતા હોય છે. પરંતુ યારે ત્યાં જાય ત્યારે ધરમના ધક્કા જ ખાવા પડે છે
જેતપુર શહેરમાં હાલ મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફીસ બે જ જગ્યાએ આધારકાર્ડને લાગતી કામગીરી કરવામાં આવે છે. યારે ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોની આધારકાર્ડની કામગીરી છેલ્લ ા છ મહિનાથી કોઈ કારણસર બધં છે. બે જ જગ્યાએ આધારકાર્ડની કામગીરી કરવામાં આવતી હોય ભારે ભીડ થાય છે. જેમાં હાલ રેશનકાર્ડની ઈ–કેવાયસી તેમજ બાળકોને સ્કૂલમાં આધારકાર્ડની ખાસ જરિયાત હોવાથી લોકો આધાર સેન્ટર ખાતે મેળો ભરાય તેટલી ભીડ થાય છે. જેમાં એક સેન્ટર ખાતે માંડ માંડ ૬૦ જેટલા આધારકાર્ડની કામગીરી થઈ શકે છે જેથી લોકોને ધરમના ધક્કા થાય છે.
પોસ્ટ ઓફીસ ખાતે વહેલી સવારે પાંચ વાગ્યે કડકડતી ઠંડીમાં માતાઓ નાના બાળકોને લઈને આવી જાય છે જેથી વારો આવી જાય. ત્યારે પોસ્ટ ઓફિસનો ગેટ પણ ખુલ્યો નથી હોતો જેથી ગેટ બહાર રોડ પર અંધારામાં ઉભા રહી જાય છે. તેવી જ રીતે રોજગારીમાં રજા રાખી વહેલી સવારે આવી જાય છે પરંતુ તેઓને આધારકાર્ડનું ટોકન મળે છે અને તેમાં અઠવાડિયે પંદર દિવસે વારો આવશે તેટલો નંબર આપવામાં આવે છે. એટલે પેલા ટોકન મેળવવામાં રજા અને હેરાનગતિ ત્યારબાદ આધારકાર્ડ અપડેશન કે નવા માટે આવે ત્યારે કામદાર હોય તો કામમાં અને વિધાર્થી હોય તો સ્કૂલમાં રજા રાખી રાખીને આવવું પડે છે.
આધારકાર્ડની કામગીરીમાં પારાવાર મુશ્કેલી બાબતે લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ સરકારના બહેરા કાન હોય લોકોની વાત કોઈ સાંભળતું નથી. તેમ છતાં લોકો સરકાર પાસે આધારકિટ વધારવાની માંગ કરી રહ્યા છે જેથી આધારકાર્ડમાં પડતી મુશ્કેલીમાંથી રાહત મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech