પાકિસ્તાન ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો કેપ્ટન બદલ્યો છે. મોહમ્મદ રિઝવાન પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને તેમના સ્થાને શાહીન આફ્રિદીની નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં પાંચ કેપ્ટન બદલ્યા છે. આ વારંવાર કેપ્ટનશીપ બદલાવની અસર ટીમના પ્રદર્શન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
નવેમ્બર 2023માં બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું. ત્યારબાદ, શાહીન આફ્રિદીને ટીમના નવા T20 કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, આફ્રિદીના નેતૃત્વમાં ટીમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ, અને માર્ચ 2024માં, તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને બાબર આઝમને પાછી સોંપવામાં આવી. ઓક્ટોબર 2024માં, T20 વર્લ્ડ કપમાં હાર બાદ બાબરે ફરીથી રાજીનામું આપ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application