BREAKING NEWS

કાગળની નોટો હવે ભૂતકાળ બનશે! ભારતમાં પ્લાસ્ટિકની નોટો છાપવાની RBI ની મોટી તૈયારી; જાણો કેમ આ કરન્સી છે સુપરહિટ

  • May 30, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણી અને તમારી જેબમાં રહેલી કાગળની ચલણી નોટો આગામી સમયમાં ટૂંક જ સમયમાં ઇતિહાસ બની શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં તેજીથી વધી રહેલી રોકડની માંગને પહોંચી વળવા અને નકલી નોટોના દૂષણને ડામવા માટે એક મોટું કદમ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરબીઆઈ હવે પરંપરાગત કાગળના બદલે પ્લાસ્ટિક (પોલિમર) ની નોટો છાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.


પટના અને મુંબઈમાં યોજાયેલી આરબીઆઈની તાજેતરની બોર્ડ બેઠકોમાં આ ઐતિહાસિક ફેરફાર પર ગહન મંથન થયું છે. જોકે, પ્લાસ્ટિક કરન્સીનો આ કોન્સેપ્ટ વિશ્વ માટે નવો નથી, દુનિયાના અંદાજે ૬૦ દેશો આ ટેકનોલોજી અપનાવી ચૂક્યા છે.


રોકાણ અને બેંકિંગ નિષ્ણાતોના મતે, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો હવે કાગળની નોટોના સ્થાને પોલિમર (પ્લાસ્ટિક) કરન્સી તરફ બહુ ઝડપથી વળી રહી છે. ખિસ્સામાં રાખવાથી કે પાણીમાં પલળવાથી પણ આ નોટો ખરાબ થતી નથી.


સામાન્ય નોટો કરતાં અઢી ગણી વધારે ચાલે છે આ નોટો
કાગળની નોટોને ચલણમાંથી હટાવવા પાછળનું મુખ્ય કારણ તેનો ઓછો ટકાઉપણું અને છાપકામનો મોટો ખર્ચ છે.


લાંબુ આયુષ્ય: પ્લાસ્ટિકની નોટો સામાન્ય કાગળની નોટોની તુલનામાં આશરે અઢી ગણી વધારે ચાલે છે. તેના પર પાણી, ભેજ, પરસેવો કે ગંદકીની કોઈ ખાસ અસર થતી નથી.


નકલી નોટો પર લગામ: આ નોટો સરળતાથી ફાટતી નથી, જેના કારણે તેને વારંવાર છાપવાનો સરકારી ખર્ચ બચી જાય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે પ્લાસ્ટિક નોટોની નકલ કરવી કે તેની હૂબહૂ જિરોક્સ (નકલી નોટ) બનાવવી આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ અશક્ય માનવામાં આવે છે.


વિશ્વના આ દેશોએ કાગળની કરન્સીને કરી દીધી સંપૂર્ણ બંધ
દુનિયાના ઘણા મોટા દેશો એવા છે જેમણે પોતાના આર્થિક સિસ્ટમમાંથી કાગળની નોટોને કાયમ માટે અલવિદા કહી દીધું છે અને ત્યાં માત્ર પ્લાસ્ટિક નોટો જ વેલિડ છે:


ઓસ્ટ્રેલિયા: પ્લાસ્ટિક નોટોની શરૂઆત કરનારો આ દુનિયાનો સૌથી પહેલો દેશ છે. વર્ષ ૧૯૮૮ માં જ અહીં પોલિમર નોટો ચલણમાં આવી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા વિશ્વનો એકમાત્ર એવો દેશ પણ છે જે આ ખાસ નોટોનું મોટા પાયે ઉત્પાદન અને નિકાસ કરે છે.


ન્યૂઝીલેન્ડ: આ દેશે વર્ષ ૧૯૯૯ માં પોતાની તમામ કાગળની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. અહીં સૌથી નાની નોટ ૫ ડોલરની અને સૌથી મોટી ૧૦૦ ડોલરની હોય છે.


વિયેતનામ: વર્ષ ૨૦૦૩ માં અહીં પોલિમર નોટોની એન્ટ્રી થઈ હતી. આજે વિયેતનામી કરન્સી 'ડોંગ' સંપૂર્ણપણે પ્લાસ્ટિકની છે. જેની સૌથી મોટી નોટ ૫ લાખની છે (જે આશરે ૨૦ અમેરિકી ડોલર બરાબર થાય છે).


રોમાનિયા: યુરોપ ખંડમાં રોમાનિયા એકમાત્ર એવો દેશ છે, જેણે વર્ષ ૨૦૦૫ માં જ પોતાની તમામ કાગળની નોટોને પોલિમરમાં બદલી નાખી હતી.


બ્રુનેઈ અને પાપુઆ ન્યુ ગિની: દક્ષિણ-પૂર્વ એશિયાના અમીર દેશ બ્રુનેઈએ નકલી નોટોના રેકેટને તોડવા માટે પ્લાસ્ટિક કરન્સી અપનાવી છે. જ્યારે પાપુઆ ન્યુ ગિનીમાં પણ ૧૯૭૫ માં 'કીના' નામની કરન્સી આવ્યા બાદ હવે માત્ર પ્લાસ્ટિક નોટો જ ચાલે છે.


દુનિયાના ૬૦ દેશોમાં આ ટેકનોલોજીનો ડંકો
ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી આ સફર આજે સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને કેનેડા (૨૦૧૧) સુધી પહોંચી ગઈ છે. જોકે અહીં એક રસપ્રદ તથ્ય એ પણ છે કે દુનિયાની સૌથી મજબૂત કરન્સી ગણાતો ‘અમેરિકી ડોલર’ (US Dollar) સંપૂર્ણપણે પ્લાસ્ટિકનો હોતો નથી. અમેરિકા પોતાની કરન્સીને ટકાઉ બનાવવા માટે કાગળ કે પ્લાસ્ટિકના બદલે કોટન (રૂ) અને લિનનના એક ખાસ મિશ્રણથી તૈયાર કરે છે, જેના કારણે તે અન્ય દેશોની કાગળની નોટો કરતાં વધુ મજબૂત હોય છે. હવે ભારત પણ આ ગ્લોબલ ટ્રેન્ડમાં સામેલ થવા માટે કદમ વધારી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News