BREAKING NEWS

રાજકોટ સિવિલની ઓપીડી બિલ્ડિંગની લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતા દર્દીઓનું રેસ્ક્યુ કરાયું

  • May 26, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવાની સાથે સિવિલ હોસ્પિટલ્સને આધુનિક સુવિધા સભર બનાવવાની વાતો વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની ખખડેલી વર્ષો જૂની લિફ્ટને આજસુધી બદલવામાં ન આવતા અવાર નવાર બંધ પડી જવાની સાથે દર્દીઓ ફસાઈ જવાથી રેસ્ક્યુ કરવું પડે એવી સ્થિતિ ઉભી થઇ રહી છે. જેનું વધુ એક ઉદાહરણ આજે સવારે ઓપીડી બિલ્ડીંગમાં જોવા મળ્યું હતું. ઓપીડી બિલ્ડિગના ચોથા માળે આજે અચાનક લિફ્ટ અધવચ્ચે ઉભી રહી જતા દર્દીઓ અને સ્વજનો હાફળા ફાફળા બન્યા હતા. ઉહાપો થતા સિક્યોરિટી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મહામહેનતે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


ખખડેલી અને જૂની ભંગાર લિફ્ટના કારણે આવું આજે જ નહીં વખતો વખત બને છે તો કેટલાક દિવસો સુધી ઓપીડી-ઇમર્જન્સી બિલ્ડિંગની લિફ્ટ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને વોર્ડ સુધી લઇ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં હોસ્પિટલ તંત્ર દવારા માત્ર સમારકામ કરી કામ ચલાવી દેવામાં આવે છે, જે બાદ થોડા દિવસ પછી આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.


એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રમાં સારવાર અને સુવિધા માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તો બીજી બાજુ આવી લિફ્ટ જેવી વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી આ જોતા એવા સવાલ થઇ રહ્યા છે કે, બજેટમાં માત્ર આંકડાની ભરમાર જોવા મળી રહી છે અથવા તો પીઆઈયુ અને હોસ્પિટલ તંત્રને કામગીરી કરવામાં રસ નથી. આવી ગંભીર બાબતોને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને તેમના તાંબાના અધિકારીઓ નજર અંદાજ ન કરી તાકીદે ઉકેલ લાવે તે દર્દીઓના હિતમાં જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application