BREAKING NEWS

રાજ્યમાં શિયાળાની ગુલાબી ઠંડીએ જમાવ્યું જોર: 9 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, અમદાવાદમાં પણ ઠંડકનો અનુભવ

  • November 14, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં હવે ધીમા પગલે શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં પ્રવર્તતી ઠંડકથી લોકો આહ્લાદક અનુભવ કરી રહ્યા છે. ઉત્તર-પૂર્વીય પવનોની અસરને કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના પગલે રાજ્યના કુલ 9 જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. મુખ્ય શહેર ગણાતા અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે, જેના કારણે શહેરીજનો વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

વડોદરા: 16.5 ડિગ્રી
નલિયા: 17.0 ડિગ્રી
રાજકોટ અને અમરેલી: 18.2 ડિગ્રી
અમદાવાદ: 18.3 ડિગ્રી
ડીસા: 19.0 ડિગ્રી
ગાંધીનગર: 19.5 ડિગ્રી
પોરબંદર: 19.7 ડિગ્રી
સુરત: 19.9 ડિગ્રી
ભાવનગર: 20.6 ડિગ્રી
સુરેન્દ્રનગર: 20.8 ડિગ્રી
ભુજ: 21.0 ડિગ્રી



હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં હવાની દિશા નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વીય) તરફની રહેશે. સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ મુખ્યત્વે સૂકું જ રહેશે અને ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application