'બ્રિકસ થાળી' પર રાજનીતિ, શાકાહારી મેનુ મુદ્દે કોંગ્રેસ–ભાજપ નેતાઓ વચ્ચે તડાપીટ
'બ્રિકસ થાળી' પર રાજનીતિ, શાકાહારી મેનુ મુદ્દે કોંગ્રેસ–ભાજપ નેતાઓ વચ્ચે તડાપીટ
September 14, 2026 02:31 PM
નવી દિલ્હીમાં ૧૮મા બ્રિકસ સમિટના સફળ સમાપન સાથે, દેશમાં એક નવો રાજકીય વિવાદ શ થયો છે. સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માટે આયોજિત ગાલા ડિનરના શાકાહારી મેનુ પર આ ચર્ચા શ થઈ હતી, જેના પર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહત્પલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, તમારી માહિતી માટે, ૮૦ ટકા ભારતીયો માંસાહારી છે. ભારતીય માંસાહારી ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ્ર હોય છે, અને મારી બહેનનું છોલે–ભટુરે પણ. બ્રિકસ સમિટ દરમિયાન પીએમ મોદીએ રાત્રિભોજનનું આયોજન કર્યાના એક દિવસ પછી રાહત્પલ ગાંધીનું આ નિવેદન આવ્યું છે.જેમાં તેમને આંતરરાષ્ટ્ર્રીય નેતાઓને શાકાહારી ભોજન જ પીરસીને પોતાની પસંદગી થોપી હોવાનો આક્ષેપ કર્યેા હતો, જો કે તેના જવાબમાં મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પાર્ટી પર ફડ મેનૂનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને લખ્યું કે મહેમાનોએ આ મેનુ ખુબ માણ્યું હતું. કોંગ્રેસના રાયસભા સાંસદ પવન ખેરાએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે પોસ્ટ કરીને લખ્યું, ભાજપને પહેલાથી જ પોતાની આહાર પસંદગીઓ બીજાઓ પર લાદવાની આદત છે. હવે તેઓ તેને આંતરરાષ્ટ્ર્રીય નેતાઓ પર પણ લાદી રહ્યા છે. ભારત એક વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતો દેશ છે, યાં માંસાહારી ખોરાક વિશ્વભરમાં પ્રખ્યાત છે.