મોંઘવારીનો ડામ...રાજકોટમાં પનીર, શ્રીખંડ, મિઠાઈના ભાવમાં કિલોએ રૂ.20નો વધારો થશે, દહીંમાં કિલોએ 10નો વધારો લાગું
મોંઘવારીનો ડામ...રાજકોટમાં પનીર, શ્રીખંડ, મિઠાઈના ભાવમાં કિલોએ રૂ.20નો વધારો થશે, દહીંમાં કિલોએ 10નો વધારો લાગું
May 18, 2026 03:52 PM
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ રાજકોટમાં ડેરીની દુકાનોમાં વેંચાતા છૂટક દૂધમાં ક્વોલિટી અનુસાર પ્રતિ લીટર દીઠ રૂ.બે નો વધારો કરવા નિર્ણય કરી તેનો અમલ તા.૧૬-મેથી શરૂ પણ કરી દેવાયો છે. આ ઉપરાંત દહીંમાં પણ કિલોએ રૂ.૧૦નો ભાવ વધારો કરાયો છે.
વિશેષમાં રાજકોટ ડેરી મર્ચન્ટ્સ એસોસીએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, દૂધના ભાવ વધતા હવે આગામી તા.૧ જૂન ૨૦૨૬થી રાજકોટ શહેરની ડેરીની દુકાનોમાં વેંચાતા પનીર, શ્રીખંડ તથા દૂધની બનાવટની મિઠાઇઓમાં કિલોએ રૂ.૨૦નો વધારો કરવા નિર્ણય કર્યો છે.એસોસિએશનની મિટિંગમાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પોપટભાઈ શિંગાળા, ડિરેક્ટર તેજાભાઇ સાકરિયા, ડિરેક્ટર શૈલેષભાઇ સંખાવરા તેમજ ડિરેક્ટર જગદીશભાઇ અકબરી સહિતના હોદેદ્દારો દ્વારા સર્વાનુમતે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો