BREAKING NEWS

પીએમ મોદી 13-14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે: ગાંધીનગર રોકાણ બાદ અંબાજીમાં કરશે દર્શન-પૂજા

  • November 11, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસીય મહત્વના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૧૩ અને ૧૪ નવેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે રહેશે, જેને લઈને રાજકીય વર્તુળો અને વહીવટી તંત્રમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૧૩ નવેમ્બરે વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે અને ત્યાં લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે વિવિધ મુદ્દે બેઠકો યોજાય તેવી સંભાવના છે.


શક્તિપીઠ અંબાજી ખાતે વિશેષ પૂજા-અર્ચના

પ્રવાસના બીજા દિવસે, એટલે કે ૧૪ નવેમ્બરે પીએમ મોદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાતે જશે. અહીં તેઓ માતા અંબાજીના દર્શન કરી વિધિવત પૂજા-અર્ચના કરશે અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરશે.
વડાપ્રધાનના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને અંબાજી અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મંદિર પરિસર, આસપાસના વિસ્તારો અને પીએમ કાફલાના રૂટ પર ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. તહેવારો અને આગામી દિવસોમાં આવતા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના સઘન આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application