જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્રારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂા. ૨૫ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં મોજે. રાતડ, તા.ગીર ગઢડા ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ એક ટ્રેકટર પકડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ખાનગી માલિકીની બે અલગ–અલગ જગ્યાએથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનીજના ગેરકાયદેસર ખનન સબબ છ ચકરડી મશીન અને બે જનરેટર મશીન પકડી પાડવામાં આવ્યાં હતાં. જ કરેલાં આ મુદ્દામાલને નાયબ કલેકટર કચેરી કમ્પાઉન્ડ, ઉના ખાતે રાખવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech