જૂનાગઢ ભારતીય મઝદૂર સંઘ દ્વારા શ્રમિકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ગઈકાલે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શનનુ એલાન કરાયુ હતું.જે સંદર્ભે સરદાર બાગથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ભારતીય મઝદૂર સંઘ દ્વારા આંગણવાડી સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓના વેતનમાં વધારો , ઇપીએફ, મધ્યાહન ભોજન અને આશા વર્કરોના લધુતમ વેતનમાં વધારો થવો, પેન્શન, બોનસ,શ્રમ સંહિતા કાયદામા સુધારો કરી શ્રમિકો વિરોધી જોગવાઈ દૂર થવી જોઈએ અને આઠમા પગાર પંચની અમલવારી,શ્રમિકોના લઘુતમ વેતન દર મહિને ૩૦ હજાર કરવું, ઇએસઆઇ પગાર મર્યાદા ૨૧ હજારથી વધારી ૪૨ હજાર કરવી, દર મહિને ઓછામાં ઓછું એપીએસ પેન્શન ૭૫૦૦ આપવું સહિતના વિવિધ મુદ્દે ગઈકાલે બપોરે સરદાર બાગથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં બેનર, પ્લે કાર્ડ સાથે સૂત્રોરચાર કર્યા હતા.રેલીમા, આંગણવાડી , એસ.ટી, બાંધકામ, મધ્યાહન ભોજન, પોસ્ટલ, ઓસ્ટીન,અને આશા વર્કર, સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ જોડાયા હતા. મઝદૂર બંધના વિભાગીય અધિકારીઓ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને આગામી દિવસોમાં વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સમગ્ર કાર્યક્રમમા મઝદૂર સંઘના વી આર વાછાણી, વિમલભાઈ ત્રિવેદી, આશિષભાઈ ત્રિવેદી સંજયભાઈ મગરા, ચંદુભાઈ ભીંભા, જીલ્લા પ્રમુખ રતિલાલ નિમ્બાર્ક, જીલ્લા મંત્રી જનકભાઈ દાણીધારીયા, જયેશભાઈ ઈટોલીયા, હિતેશભાઈ કાતરીયા, સવિતાબેન મારૂં, બીનાબેન ચુડાસમા, રૂપલબેન, રેખાબેન, આચાર્યભાઈ, રામભાઈ ધીરૂભાઇ, ખોડાભાઇ તેમજ વિવિધ વિભાગોના સભ્ય તથા ૩૦૦ થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.