રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. જેમાં હવે ૫ સીટ પર ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે જ્યારે ૧૦ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે.એશિયાના તાલુકા કક્ષાના સૌથી મોટા સહકારી સંઘની ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો જેમાં કુલ ૧૫ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તંત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ચૂંટણી થનાર જૂથમાં કુલ ૧૦ ઉમેદવારોના નામ નોંધાયા છે, જ્યારે બીજી તરફ ૧૦ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી થનાર જૂથમાં નિતીનભાઈ લીંબાભાઈ ચોવટીયા, અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણી, વિજયભાઈ ચનાભાઈ સખીયા, પૃથ્વીસિંહ હેમંતસિંહ જાડેજા, હરજીભાઈ રાણાભાઈ પીપળીયા, બાબુભાઈ બાવનજીભાઈ નસીત, અનિરુદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા, નિતીનભાઈ રણછોડભાઈ રૈયાણી, મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરિયા અને ધિરૂભાઈ ટપુભાઈ રોકડનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની બાબત એ છે કે કેટલીક બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ રહ્યા છે. જાહેર કરાયેલી બિનહરીફ ઉમેદવારોની યાદીમાં અશ્વિનભાઈ રામજીભાઈ લીંબાસીયા, જખમણભાઈ બચુભાઈ પરસાણા, પરસોતમભાઈ સૌદાભાઈ પડાયા, કરશનભાઈ રાવતભાઈ ડાંગર, નિતીનભાઈ પાંચાભાઈ ઢાંકેચા, સંજયભાઈ જલ્લભભાઈ અમરેલીયા, મનસુખભાઈ રણછોડભાઈ સરધારા, નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, છગનભાઈ વેલાભાઈ પટોરીયા અને રઘુવીરસિંહ બનેસિંહ જાડેજા સહિતના નામો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહકારી સંઘની ચૂંટણીમાં કયા જૂથમાં સીધી ટક્કર રહેશે અને કઈ બેઠકો પર બિનહરીફ પસંદગી થશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ ૮ સપ્ટેમ્બરના રોજ પાંચ બેઠકો પર ૧૦ ઉમેદવારો વચ્ચે સીધો જ ચૂંટણી જંગ જામશે જેનું પરિણામ ૯ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.