BREAKING NEWS

બેન્કના ગ્રાહકોની ચિંતાનો અંત, જૂની ચેકબુક બદલાશે તે વાત માત્ર અફવા: RBIની સ્પષ્ટતા

  • November 11, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એવા દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી નવા સુરક્ષા ફીચર્સ ધરાવતી ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) ચેકબુક અમલમાં આવશે. સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં વપરાશમાં લેવાતી ચેકબુકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને જૂની ચેકબુક બંધ થવાની વાતો તદ્દન ખોટી છે.


છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ પછી વર્તમાન ચેકબુક અમાન્ય થઈ જશે અને ગ્રાહકોએ નવી ચેકબુક લેવી પડશે.


 આ અફવાને કારણે સામાન્ય નાગરિકો અને બેંક ગ્રાહકોમાં ભારે ભ્રમ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે જેથી ગ્રાહકો બિનજરૂરી મુશ્કેલીમાં ન મુકાય.


રિઝર્વ બેંકે દેશના તમામ નાગરિકો અને બેંક ખાતાધારકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા કે અન્ય અનાધિકૃત માધ્યમો પર ચાલતી આવી ભ્રામક ખબરો પર બિલકુલ વિશ્વાસ ન કરે. હાલમાં ચાલી રહેલી તમામ CTS ચેકબુક સંપૂર્ણપણે માન્ય રહેશે અને બેંકિંગ વ્યવહારો પહેલાની જેમ જ સુરક્ષિત રીતે ચાલુ રહેશે. કોઈપણ બેંકિંગ નિયમો કે સુરક્ષા ફીચર્સમાં ફેરફાર અંગેની સત્તાવાર માહિતી માત્ર આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પરથી જ મેળવવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application