રાજકોટ શહેરના પ્રથમ નાગરિકના રેસકોર્સ રીંગરોડ ઉપર આવેલા સત્તાવાર બંગલો ખાતે છેલ્લા એક પખવાડિયાથી લગાતાર દરરોજ વોર્ડવાઇઝ મિટિંગ તેમજ અલગ અલગ જ્ઞાતિ–સમાજ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠકો યોજવામાં આવી રહી છે, દરમિયાન ગત સાંજે સાતથી રાત્રે ૧૦ દરમિયાન પણ આ જ રીતે બેઠક યોજવામાં આવી હતી. આ વેળાએ મેયર બંગલો બહાર મહાપાલિકાના પદાધિકારીઓના સત્તાવાર વાહનો તેમજ મિટિંગમાં ઉપસ્થિતોના વાહનો રોડ ઉપર આડેધડ પાર્ક કરાયા હતા અને તેના લીધે રેસકોર્સ રિંગ રોડ ઉપર નિયમિત વોકિંગ કરતા શહેરીજનો તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકોન ભારે હાલાકી ભોગવવી પડી હતી તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બંગલો મેયરનો હોય શકે પરંતુ રસ્તો થોડો મેયરનો હોય !? જો સામાન્ય શહેરીજનોએ આ રીતે વાહન પાર્ક કર્યા હોય તો ટોઈંગ થયા વિના રહે નહીં પરંતુ મ્યુનિસિપલ પદાધિકારીઓ અને મેયર બંગલોના વિઝીટર્સના વાહનો હોય કાર્યવાહી તો દૂર કોઇએ એક શબ્દ પણ ઉચ્ચાર્યેા ન હતો અને નાગરિકોએ બે કલાક સુધી હાલાકી વેઠી હતી. વાહનો પાકિગ બેલ્ટની બહાર હતા એટલું જ નહીં ઝીબ્રા ક્રોસિંગ ઉપર વાહન પાર્ક કરાયેલા હતા ! સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને શાસક પક્ષના દંડક જેવા પદાધિકારીઓના વાહનો તો બરાબર રોડની વચ્ચે જ પાર્ક કરાયા હતા ! રેસકોર્સ રિંગ રોડ ઉપર દરરોજ સાંજથી રાત્રી સુધીમાં અનેક લોકો વોકિંગ માટે નીકળતા હોય છે પરંતુ રેસકોર્સની પાળીએ લોકો બેસતા હોય ફટપાથ ઉપર તો ચાલવાની જગ્યા જ રહેતી નથી. તદઉપરાંત પાળીએ બેઠેલાં લોકોએ તેમના ટુ વ્હીલર્સ રોડના નિર્ધારિત પાકિગ બેલ્ટમાં પાર્ક કર્યા હોય છે આથી રોડ ઉપર પણ ખૂબ ઓછી જગ્યા રહે છે અને ઉપલબ્ધ જગ્યામાંથી લોકો ચાલીને પસાર થતા હોય છે પરંતુ ગઇકાલે મેયર બંગલો બહાર એટલી હદે આડેધડ ટુ વ્હીલર્સ અને કાર પાર્ક કરાય હતી કે ત્યાંથી અન્ય વાહનોનું પસાર થવું મુશ્કેલ બન્યું હતું અને એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પદાધિકારીઓના સરકારી વાહનો પણ રોડની વચ્ચે પાર્ક કરાયેલા હતા અન્ય મુલાકાતીઓ પણ જેને યાં જગ્યા મળે ત્યાં વાહનો પાર્ક કરવા લાગ્યા હતા.
મેયર બંગલે મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય કે સતત મિટિંગો યોજાતી હોય તો બંગલો બહાર વધુ બે ચાર કર્મચારીઓને ડુટી સોંપી સુવ્યવસ્થિત વાહન પાકિગ કરાવવું જોઇએ જેથી રેસકોર્સ રિંગ રોડ ઉપર સાંજે સહપરિવાર ફરવા નીકળતા શહેરીજનોએ ટ્રાફિક જામનો ભોગ ન બનવું પડે તેમજ આવનાર મુલાકાતીને યોગ્ય પાકિગ પ્લેસ ઉપલબ્ધ થાય. મેયર બંગલોની બાજુની શેરીમાં પણ અનેક વાહનોનું પાકિગ થઇ શકે તેમ છે પરંતુ ત્યાં પાકિગની કોઇ વ્યવસ્થા કરાતી નથી. શહેરમાં પાકિગ મામલે નોટિસો ફટકારતા રાજકોટ મહાપાલિકાના તત્રં પાસે મેયર બંગલોના વિઝિટર્સ માટે કોઇ પાકિગ વ્યવસ્થા નથી. અહીં સો મણનો સવાલ એ પણ છે કે શું પદાધિકારીઓ તેમના વાહનો અન્ય નાગરિકોને નડતરપ ન થાય તેવી રીતે યોગ્ય સ્થળે પાર્ક કરવા સૂચના નહીં આપતા હોય ? કે પછી તેમની સૂચનાથી જ આ રીતે ગમે ત્યાં આડેધડ વાહન પાર્ક કરાતા હશે ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech