હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ વરસાદી માહોલ વીજળીના કડાકા ભડાકા રાત્રિના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થય હતી હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.ભારે પવન અને વાદળ છાયા વાતાવરણ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની રાત્રીના ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલમાં જોવાં મળ્યો હતો.જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી.પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ ની શરુઆત થઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રિના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, ચાર ઈંચ વરસાદ વરસી જતા શહેરીજનોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.
નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખેડુતોનના ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.હળવદ શહેર સહિત ગામડાઓમાં પણ વરસાદ વરસાતા ખેડુતોઓ માં આનંદ લાગણી જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. પહેલા જ વરસાદ માં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી,વરસાદને લઈ હવે ખેડૂત આલમ ચોમાસું પાકના વાવેતરના શ્રીગણેશ કરશે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડતાં ખેડૂતો ખુશ ખુશાલ થય ગયા હતા.
હળવદથી સરા વચ્ચે દીઘડિયાની નદી બે કાંઠે વહેતા વાહઙ્ગ વ્યવહાર બંધ
હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમળી નાખ્યું છે ત્યારે સોમવાર રાત્રિના હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ દે ધના ધન ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના પગલે હળવદ સરા વચ્ચે આવેલ દિધડિયા ગામની બ્રાહ્મણી નદી બે કાંઠે ત્રણ ફૂટ પાણી થી વહેવા લગતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને દીઘડીયા તેમજ આજુબાજુના ગામ લોકો સંપર્ક વિહોણા બની ગયા હતા ,ઉપરવાસમાં રાત્રીના સમયે સારો વરસાદ થતાં બ્રાહ્મણી નદીમાં 3 ફુટ ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. વાહન ચાલકો પરેશાન બન્યા હતા,હળવદ સરા ને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થતા વહાન વ્યવહાર સુપર્ણ બંધ રહ્યો હતો. જેના કારણે આજુબાજુનું લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું કે હળવદ-સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડાં વચ્ચે છેલ્લ ા 4 મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે. જે પૂરું થયું નથી. અત્યારે રોડ ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અવર જવર કરતા લોકો અને વિધાથીર્ઓ ને ભારે હાલાકી વેઠવી પડે છે તો હળવદ ધ્રાંગધ્રા ના. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાત્કાલિક ધોરણે સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી. ઘનશ્યામપુર નજીક છેલ્લ ા ચાર મહિનાથી રોડનું કામ ગોકળ ગતી એ ધીમે ધીમે ચાલી રહ્યું છે જેને લઈને વરસાદમાં વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી વેઠવી પડે છે તો તાત્કાલિક ધોરણે સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી ચોકડી નજીક બાપા સીતારામની મઢુલી અને ભીમનગરમાં માતાજીની ડેરીનું મધરાતે ડિમોલિશન
June 18, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech