ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ રાજકોટના માઈક્રોબાયોલોજી વિભાગ હેઠળ કાર્યરત વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીને ISO 15189:2022 હેઠળ પ્રતિષ્ઠિત એનએબીએલ એક્રેડિટેશન (માન્યતા) પ્રાપ્ત થયું છે . આ આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા મેળવનારી આ લેબ દેશની ગણીગાંઠી વીઆરડીએલ પૈકીની એક બની ગઈ છે . હેપેટાઈટીસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઈન્ફલ્યુએન્ઝા અને રેસ્પિરેટરી વાયરસ સહિતના અત્યંત મહત્વપૂર્ણ અને જટિલ સેરોલોજીકલ તેમજ મોલેકયુલર ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ માટે આ ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. એક્ઝિકયુટિવ ડિરેક્ટર ડૉ. એલ.એન. દોરાઈરાજન અને લેબ ડિરેક્ટર ડૉ. (કર્નલ) અશ્વિની અગ્રવાલે આ અસાધારણ સફળતા બદલ સમગ્ર ટીમને બિરદાવી જણાવ્યું હતું કે, આ સિદ્ધિથી હવે ગુજરાત અને આસપાસના વિસ્તારના દર્દીઓની સારવાર, સચોટ રોગનિદાન અને જાહેર આરોગ્ય સેવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું ખૂબ જ મોટું પીઠબળ મળશે.