BREAKING NEWS

રાજકોટની મચ્છી માર્કેટમાં મનપાનું ચેકિંગ; 1500 કિલો વાસી ચિકનનો સ્થળ પર જ નાશ

  • October 12, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની હેલ્થ બ્રાન્ચ અને ફૂડ બ્રાન્ચના અધિકારીઓની ટીમ દ્વારા મ્યુનિ. વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આજે મોચી બજાર કૃષ્ણપરા નજીક આવેલી મચ્છી માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને ૧૫૦૦ કિલો જેટલો વાસી ચિકનના જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જાહેર કરેલી વિગતો અનુસાર, (૧) એસ. નીરા ચિકન, ચબુતરા સામે, કૃષ્ણ પરા, મોચી બજાર સ્થિત પેઢીમાં ચેકિંગ કરતા ત્યાંથી ૧૧૦૦ કિલો જેટલો ચિકનનો પડતર જથ્થો મળ્યો હતો. જ્યારે ઉપરોક્ત વિસ્તારમાં જ આવેલી અન્ય પેઢી (૨) અલીફ ચિકનમાં ચેકિંગ કરતા ત્યાં આગળ ૪૦૦ કિલો જેટલો પડતર ચિકનનો જથ્થો મળ્યો હતો. આ બન્ને પેઢીમાં મળી કુલ ૧૫૦૦ કિલો ચિકન જથ્થો જેની અંદાજિત કિંમત રૂ.ત્રણ લાખ થાય છે તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોક્ત બન્ને પેઢીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ ચિકનના જથ્થા ઉપર ઉત્પાદન કે અન્ય કોઇ જ પ્રકારનું લેબલિંગ કરવામાં આવ્યું ન હતું તેમજ અને હાઇજિનીક કન્ડિશનમાં સ્ટોરેજ કર્યું હતું. તદ્ઉપરાંત ચિકનના સ્લોટરિંગ અંગેનું કોઇ પણ પ્રકારનું રજિસ્ટર નિભાવવામાં આવતું નહીં હોવાનું ચેકિંગ દરમિયાન માલુમ પડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application