BREAKING NEWS

રાજકોટ રેલવેનું આગેકદમ, લોંગ હોલ મેગા ટ્રેન દોડાવવામાં સફળતા, ગુડ્ઝની ઝડપી હેરફેર, ખર્ચ અને ટ્રાફિકમાં ફાયદો

  • March 26, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે ડિવિઝને જામનગરના વિન્ડમિલ સ્ટેશનથી ગુડ્ઝ ટ્રેનની બે રેક ભેગી કરી સિંગલ ક્રુ ઓપરેશનથી પ્રથમ લોંગ-હોલ "મેગા માલગાડી" સફળતાપૂર્વક ચલાવીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. જેમા બે ગુડ્ઝ ટ્રેનના 87 વેગન ધરાવતી આ લોંગ હોલ ટ્રેનની ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગથી ડિવિઝનને અંદાજે રૂ. 40 લાખની આવક પણ પ્રાપ્ત થઈ છે.

રાજકોટ રેલવે ડિવિઝનની આ મહત્વપૂર્ણ સફળતા મુજબ, આ લોંગ-હોલ ટ્રેન 24 માર્ચ, 2026ના રોજ જામનગરના વિન્ડમિલ સ્ટેશનથી અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી ચલાવવામાં આવી હતી, જેણે અંદાજે 306 કિમીનું અંતર 30.50 કિમી કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું.


એ મહત્વપૂર્ણ છે કે, આ સિંગલ ક્રુ લોંગ-હોલ ટ્રેનમાં બે માલગાડીઓ (રેક) પ્રથમ 45 કન્ટેનર વેગન અને બીજા 42 કવર્ડ વેગન જોડી આવ્યા હતા. જેનાથી એક જ ફેરામાં વધુ જથ્થામાં માલ સામાનના પરિવહનને સક્ષમ બનવા ઉપરાંત ટ્રેનનો ટ્રાફિક હળવો અને સ્ટાફની બચત પણ ગણી શકાય. આ તકે ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ લોંગ-હોલ "મેગા ટ્રેન"નું સફળ સંચાલન સંપૂર્ણ અમલી બનતા દેશના આર્થિક વિકાસને વધુ ઝડપી બનાવવામાં મદદરૂપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application