જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામેથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ બનાવતા છ ઇસમોના ઘર તથા દૂધની ડેરી ઉપર રેડ કરી શંકાસ્પદ ભેળસેળ યુકત દૂધ લીટર ૭૧૫૦, વનસ્પતી ઘી ૧૨૦ કિલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કિલો પકડી પાડી રાજકોટ રેન્જ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં અમુક ધંધાર્થીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારૂં લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલનાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ધંધાર્થીઓને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેનું ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ હકિકત આધારે પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓએ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામે રહેતા શંકાસ્પદ દુધના ધંધાર્થીઓ (૧) મેરૂભાઇ વીરાભાઇ બાવનભાઇ ભારાઇ રહે.રબારીપાળો ગામ-હરીપર તા.કાલાવડ (૨) અરજણભાઇ હમીરભાઇ ઉકાભાઇ હુણ રહે. ગામ-હરીપર તા.કાલાવડ (૩) બધાભાઇ બાવનભાઇ રામભાઇ ચાવડા રહે. ગામ-હરીપર તા.કાલાવડ (૪) મેરૂભાઇ બધાભાઇ કરશનભાઇ વંશ રહે.રબારીપાળો ગામ-હરીપર તા.કાલાવડ (૫) રાણાભાઇ બટુકભાઇ નાથાભાઇ ભારાઇ રહે.રબારીપાળો ગામ-હરીપર તા.કાલાવડ (૬) બોધાભાઇ નાથાભાઇ માયાભાઇ વંશ રહે.રબારીપાળો ગામ-હરીપર તા.કાલાવડ નાઓના ઘરે રેઇડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલ અલગ-અલગ ડેરીઓમાંથી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવવાનું ચાલુ હોય શંકાસ્પદ દુધ ભેગુ કરી કુલ જથ્થો દુધ આશરે લીટર ૭૧૫૦, વનસ્પતી ધી ૧૨૦ કીલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કીલો મળી આવતા ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર (એફ.એસ.ઓ.) દ્વારા શંકાસ્પદ દુધના જરૂરી સેમ્પલો લઇ તેઓની કચેરીનું સીલ કરી કબ્જે કરેલ અને મળી આવેલ શંકાસ્પદ ભેળસેળ યુકત બનાવટી દુધ તથા વેજીટેબલ ઘી તથા દુધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્યાએ ફુડ સેફટી ઓફીસર દ્વારા નાશ કરાવવામાં આવ્યો છે. તેમજ દુધના ધંધાર્થીઓ વિરૂધ્ધ ફુડ સેફટી ઓફીસર દ્વારા આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.