રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ પાસે નિર્માણ કરાયેલા એશિયાટિક લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ હવે પૂર્ણ થવામાં છે, માર્ચ એન્ડિંગની સ્થિતિએ એન્ટ્રી ગેઇટ સહિતનું ૯૫ ટકા કામ પૂર્ણ થયું છે. આગામી ઉનાળુ વેકેશનમાં શહેરીજનોને એક નવું ફરવાલાયક સ્થળ મળી રહે તે માટે એપ્રિલ માસના અંતે અથવા તો મે મહિનાના પ્રારંભે પાર્ક ખુલો મૂકવા મહાપાલિકા તંત્રએ તૈયારી શરૂ કરી છે.
હાલ સુધી લાયન સફારી માટે ગીર સુધી જતા રાજકોટવાસીઓ હવે ઘર આંગણે જ લાયન સફારીની મોજ માણી શકશે. લાયન સફારી પાર્કની ટિકિટના દર હવે નવા આવનારા શાસકો નક્કી કરશે. અગાઉ આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ હતી પરંતુ લોકાર્પણ ક્યારે થશે તે નક્કી કર્યા પૂર્વે ટિકિટ દર નક્કી ન કરાય તેમ કહીને કમિટીએ તે દરખાસ્ત પરત કરી હતી.