ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક વિસ્તારમાં શનિવારે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્નીની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા આરોપી સાજન ખન્નાભાઈ બારૈયાને પોલીસે ગણતરીના સમયમાંજ ઝડપી લીધો હતો.
હત્યા કરી સાજન નાસી છુટ્યો હતો
શહેરના પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક નજીક મફતનગરમાં રહેતી સોનીબેન હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ સોનીબેન (ઉં વ.૨૪) નામની યુવતીની ગત શનિવારે સવારે લોખંડના પાઇપના ઘા
ઝીંકી કરપીણ હત્યા કરી તેનો ભાવિ પતિ સાજન ખન્નાભાઈ બારૈયા નાસી છુટ્યો હતો.
માથું દિવાલ સાથે અથડાવી પત્ની હત્યા કરી
સોનીબેનના સાજન ખન્નાભાઈ બારૈયા સાથે તા. ૧૫ને શનિવારના રોજ લગ્ન હતા અને એ જ રાત્રે સાજને સોનીબેનનું તેના નાનીના ઘરેથી બાઈક પર અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ
સોનીબેન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ પાઇપ વડે હુમલો કરી સોનીબેનનું માથું દિવાલ સાથે અથડાવી તેનું મોત નીપજાવી નાસી છૂટ્યો હતો.
પોલીસ સાજન પાસે ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરાવ્યું
દરમિયાન રવિવારે પોલીસે હત્યા કરી નાસી છૂટેલા સાજન બારૈયાને ઝડપી લીધો હતો. ભાવિ પત્ની સાથે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ લોખંડના પાઇપ ઝીંકી હત્યા
કરનાર આરોપી સાજનને પોલીસે જાપ્તા સાથે સ્થળ પર લઈ જઈ બનાવનું રિ-કંટ્રકશન કરાવ્યું હતું. આરોપી સાજનને પોલીસ ઘટનાસ્થળે લઈ જતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા